સેક્સુઅલ ઈરાદાથી શરીરના એક હિસ્સાનો સ્પર્શ પોક્સ એક્ટનો મામલો છે. એટલું જ નહીં કપડાં પહેરેલા બાળકને સ્પર્શ યૌન શોષણ નથી. આ પરિભાષા બાળકોના શોષણથી બચાવવા માટે બનેલા પોક્સો એક્ટનો હેતુ જ ખતમ કરી દેશો.


બોમ્બે હાઇકોર્ટે એક વિવાદિત ફેંસલામાં 12 વર્ષના બાળકને રૂમમાં બંધ કરીને તેના સ્તન દબાવનારા એક વ્યક્તિ પરથી પોક્સો એક્ટની કલમ હટાવી દીધી હતી. હાઈકોર્ટે દલીલ કરી હતી કે કપડાં ઉતાર્યા વગર સ્તન દબાવવા મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાનો મામલો છે, ન કે યૌન શોષણનો. આ મુદ્દાને લઈ સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત સ્પષ્ટતા કરી છે. કોર્ટ આરોપીને પોક્સો એક્ટની કલમ અંતર્ગત 3 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે.






સ્કીન ટુ સ્કીન કેસના મામલે સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. ત્રણ જજની બેંચે તેમામ દલીલો સાંભળ્યા બાદ ફેંસલો સુરક્ષિત રાથ્યો હતો. બોમ્બે હાઇકોર્ટે એક વ્યક્તિને એમ કહી છોડી મુક્યો હતો કે, સગારીના સ્તને ત્વચા થી ત્વચાના સંપર્ક વગર સ્પર્શ કરવું પોક્સો અંતર્ગત યૌન હુમલો ન કહી શકાય. સુનાવણી દરમિયાન એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું, બોમ્બે હાઇકોર્ટના ફેંસલાને નીચલા અદાલતો માટે મિસાલ માનવામાં આવે તો પરિણામ વિનાશકારી હશે અને એક અસામાન્ય સ્થિતિને જન્મ દેશે.


આરોપી વતી વકીલ સિદ્ધાર્થ લુથરાએ કહ્યું કે, પોક્સોની કલમ 7 અંતર્ગત દોષ સાબિત કરવા સ્પર્શની જરૂરિયાત હોય છે. યૌન ઈરાદા માટે શારીરિક સંપર્કની જરૂરિયાત હોય છે. જેના પર કોર્ટે કહ્યું કે, સ્પર્શનો શું અર્થ છે. જો તમે કપડાંનો એક ટુકડો પહેર્યો છે તો પણ તે કપડાને સ્પર્શવાની કોશિશ નથી કરતા. આપણે તે અર્થમાં સ્પર્શ જોવો જોઈએ. એટર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યુ, જો કોઈ વ્યક્તિ સર્જિકલ ગ્લવ્ઝ પહેરીને મહિલાના શરીરને છેડછાડ કરે તો આ ફેંસલા અનુસાર યૌન શોષમ માટે દંડીત ન કરી શકાય. બોમ્બે હાઇકોર્ટન ફેંસલો અપમાનજક મિસાલ છે.