Pegasus Spyware Case: પેગાસસ જાસૂસી કાંડ મામલાને લઇને સુપ્રીમ કોર્ટે મોટો ફેંસલો કર્યો છે. સુપ્રીમ કોર્ટે મોટો ફેંસલો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે તપાસ માટે કમિટી બનાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આના પર કેન્દ્ર દ્વારા કોઇ વિશેષ ખંડન નહીં કરવામાં આવે. આ પ્રકારે અમારી પાસે અરજીકર્તાની દલીલોને પ્રથમ દ્રશ્યતા સ્વીકાર કરવા ઉપરાંત કોઇ વિકલ્પ નથી, અમે એક વિશેષજ્ઞ સમિતિ નિયુક્ત કરીએ છીએ, જેનુ કામ સર્વોચ્ચ ન્યાયાયલ દ્વારા જોવામાં આવશે. ત્રણ સભ્યોની સમિતીની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ આર.વી. રવિન્દ્રન કરશે. અન્ય સભ્ય આલોક જોશી અને સંદીપ ઓબેરૉય હશે. 


અમે સત્યા જાણવા માગીએ છીએઃ સુપ્રીમ કોર્ટ
ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા એનવી રમનાએ કહ્યું - આપણે ટેકનોલૉજીના યુગમાં રહીએ છીએ, આનો ઉપયોગ જનહિતમાં થવો જોઇએ. પ્રેસની સ્વતંત્રતા લોકતંત્રનો મુખ્ય ભાગ છે. ટેકનિકથી તેનુ ઘોર હનન સંભવ છે. અમે સત્ય જાણવા માગીએ છીએ. અમે સરકારને જવાબ આપવાનો ઘણા મોકા આપ્યા. સરકારે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાના કારણે જવાબ નથી આપી શકતા. અમે કહ્યું જે બતાવી શકો છો એટલુ જ બતાવો, પરંતુ  સરકારે જવાબ ના આપ્યો. એટલા માટે કોર્ટ માત્ર મૂકદર્શક બનીને નથી બેસી રહી શકતી. 


કમિટીની ટેકનિકલી સભ્યો વિશે જાણો- 
ડૉ. નવીન કુમાર ચૌધરી (ડીન, નેશનલ ફૉરેન્સિક સાયન્ય કમિટી, ગાંધીનગર)
ડૉ. પ્રભાકરન (પ્રૉફેસર, સ્કૂલ ઓફ એન્જિનીયરિંગ, અમૃત વિશ્વ વિધાપીઠમ, કેરળ)
ડૉ. અશ્વિન અનિલ ગુમસ્તે (એસોસિએટ પ્રૉફેસર, IIT બૉમ્બે) 


 


અગાઉ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં અપીલ કરવામાં આવી હતી કે પેગાસસ મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. આ તપાસ સુપ્રીમ કોર્ટના કોઇ વર્તમાન અથવા નિવૃત જજની આગેવાનીમાં કરવામાં આવે. આરોપ છે કે સરકારી એજન્સીઓએ  પેગાસસ સ્પાઇવેરની મદદથી પત્રકારો, જજો અને અન્ય લોકોની જાસૂસી કરી હતી. નોંધનીય છે કે ઇન્ટરનેશનલ મીડિયા દ્ધારા આ મામલાનો ખુલાસો થયો હતો. ઇઝરાયલી સોફ્ટવેર પેગાસસની મદદથી ભારત સહિત દુનિયાના અનેક દેશોના પત્રકારો, નેતાઓ અને અન્ય હસ્તીઓને નિશાન બનાવામાં આવ્યા હતા. આ દરમિયાન ફોન હેકિંગની વાત સામે આવી હતી.


ભારતમાં કોગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર સહિત અન્ય અનેક નેતાઓ, કેન્દ્રિય મંત્રીઓ, પત્રકારોને આ સોફ્ટવેરના મારફતે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ કારણ છે કે ભારતમાં  મામલા પર સતત હોબાળો થઇ રહ્યો છે. નોંધનીય છે કે છેલ્લા દિવસોમાં દેશની લગભગ 500 હસ્તીઓએ ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો અને તટસ્થ તપાસ કરવાની અપીલ કરી હતી. તે સિવાય સંસદના બંન્ને ગૃહોમાં વિપક્ષ દ્ધારા આ મુદ્દાને લઇને હોબાળો કરવામાં આવી રહ્યો છે. વિપક્ષની માંગ છે કે સંસદમાં આ વિષય પર ચર્ચા થવી જોઇએ. જ્યારે ભારત સરકારે પેગાસસ જાસૂસી સાથે સંબંધિત તમામ આરોપોને નકાર્યા હતા.


એક ઇન્ટરનેશનલ મીડિયા સંઘે દાવો કર્યો હતો કે 300થી વધુ ભારતીય મોબાઇલ નંબર ઇઝરાયલી ફર્મ એનએસઓના પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને નજર રાખવા માટે સંભવિત લિસ્ટમાં હતા.19 જૂલાઇથી ચોમાસુ સત્રથી આરંભ થયો હતો પરંતુ રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી થઇ શકી નથી. વિપક્ષી દળોનું કહેવું છે કે પેગાસસ જાસૂસી મુદ્દા પર ચર્ચા કરવા સરકાર તૈયાર થાય ત્યારબાદ જ સંસદમાં કાર્યવાહી થઇ શકશે.