સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુરુવારે એક કેસની સુનાવણી દરમિયાન છૂટાછેડા પછી પતિ તરફથી મળતા ભરણપોષણ પર ટિપ્પણી કરી હતી. કોર્ટે વૈવાહિક કેસોમાં અન્ય પક્ષની આર્થિક સ્થિતિ સમાન ભરણપોષણની માંગ કરવાની પ્રવૃત્તિ પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે, "જ્યારે ભરણપોષણની માંગણી કરવામાં આવે છે, ત્યારે મહિલા તેના પૂર્વ પતિના વર્તમાન સ્ટેટસ અનુસાર ભરણપોષણની અપેક્ષા રાખી શકે નહીં. કોર્ટે કહ્યું કે, "કાયદાની કડક જોગવાઈઓ મહિલાઓના કલ્યાણ માટે છે. 'તેમના પતિઓને સજા કરવા, ધમકાવવા, વર્ચસ્વ અથવા બળજબરીપૂર્વક વસૂલી કરવા માટે બનાવવામાં આવી નથી."
જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ પંકજ મિથલે કહ્યું કે હિંદુ લગ્નને એક પવિત્ર સંસ્થા માનવામાં આવે છે, જે પરિવારનો પાયો છે, નહી કે કોમર્શિયલ વેન્ચર.
'કાયદો પતિને દંડિત કરવા માટે નથી...'
સુનાવણી કરી રહેલી ખંડપીઠે અવલોકન કર્યું હતું કે વૈવાહિક વિવાદો સંબંધિત મોટાભાગની ફરિયાદોમાં રેપ, ગુનાહિત ધાકધમકી અને મહિલા સાથે ક્રૂરતા જેવી આઇપીસીની કલમોને એક સાથે સામેલ કરવાની સુપ્રીમ કોર્ટ ઘણી વખત નિંદા કરી છે. ખંડપીઠે કહ્યું, "મહિલાઓએ એ વાતને લઇને સાવચેત રહેવાની જરૂર છે કે તેમના હાથમાં રહેલી કડક જોગવાઈઓ તેમના કલ્યાણ માટે છે. તે તેમના પતિઓને દંડિત કરવા, ધમકાવવા, તેમના પર હાવી થવા અથવા તેમની પાસેથી બળજબરી પૂર્વક વસૂલી કરવા માટેનું સાધન નથી.
કોર્ટે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે બેન્ચે એક અલગ થઇ રહેલા કપલ વચ્ચે લગ્નને એ આધાર પર તોડવા દીધા કે આ હવે ટકી શકશે નહીં. ખંડપીઠે કહ્યું હતું કે, "ગુનાહિત કાયદામાં જોગવાઈઓ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે છે, પરંતુ કેટલીકવાર કેટલીક મહિલાઓ તેનો ઉપયોગ એવા હેતુઓ માટે કરે છે કે જેના માટે તે ક્યારેય હોતા નથી."
પતિએ કેટલું ભરણપોષણ ચૂકવવું પડશે?
આ કેસમાં પતિને આદેશ આપવામાં આવ્યો કે તે અલગ રહેતી પત્નીને એક મહિનાની અંદર તેના તમામ દાવાઓની સંપૂર્ણ અને અંતિમ પતાવટના રૂપમાં 12 કરોડ રૂપિયાનું સ્થાયી ભરણપોષણ ચૂકવે.
જો કે, બેન્ચે એવા કિસ્સાઓ પર ટિપ્પણી કરી હતી કે જ્યાં પત્ની અને તેના પરિવારે આ ગંભીર ગુનાઓ માટે ફોજદારી ફરિયાદનો ઉપયોગ વાતચીત માટેના એક પ્લેટફોર્મ તરીકે કર્યો અને પતિ અને તેના પરિવાર સમક્ષ પોતાની માંગો પુરી કરવા માટે એક સાધન તરીકે ઉપયોગ કર્યો હતો.
બેન્ચે જણાવ્યું હતું કે પોલીસ કેટલીકવાર પસંદગીના કેસોમાં કાર્યવાહી કરવામાં ઉતાવળ કરે છે. પતિ અને તેના સગાસંબધીઓની ધરપકડ કરી લે છે જેમાં વૃદ્ધ અને પથારીવશ માતા-પિતા અને દાદા દાદી સામેલ હોય છે.જ્યારે ટ્રાયલ કોર્ટ એફઆઈઆરમાં 'ગુનાની ગંભીરતા'ને કારણે આરોપીને જામીન આપવાનું ટાળે છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, પત્ની દ્ધારા એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં ભોપાલની એક કોર્ટમાં પેન્ડિંગ હિંદુ મેરેજ એક્ટ, 1955ની કલમ 13(1) હેઠળ દાખલ કરાયેલી છૂટાછેડાની અરજીને પુણેની એક કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી. પતિએ બંધારણની કલમ 142(1) હેઠળ છૂટાછેડાની માંગ કરી હતી.