ઉત્તર પ્રદેશ મદરેસા એક્ટને લઈને સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે યુપીની 16000 મદરેસાના 17 લાખ વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. કોર્ટના આદેશ અનુસાર, હાલમાં મદરેસાઓમાં 2004ના કાયદા હેઠળ શિક્ષણ ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે.


સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર વચગાળાનો સ્ટે મુક્યો છે. નોંધનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં આ કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટ પ્રાથમિક દ્રષ્ટિએ યોગ્ય નથી. આ ધર્મનિરપેક્ષતાનું ઉલ્લંઘન છે એમ કહેવું યોગ્ય નથી. યુપી સરકારે હાઈકોર્ટમાં આ એક્ટનો બચાવ કર્યો હતો. હાઈકોર્ટે 2004ના કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે સરકાર અને અન્યને નોટિસ પાઠવી છે.


યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં શું કર્યું?


સુપ્રીમ કોર્ટમાં મદરેસા એક્ટ 2024 કેસની સુનાવણી દરમિયાન યુપી સરકારે કહ્યું કે આ મદરેસાઓ સરકાર તરફથી જ મળતી સહાયથી ચાલે છે. તેથી ગરીબ પરિવારના બાળકોના હિતમાં કોર્ટે આ અરજીને ફગાવી દેવી જોઈએ. એવી છાપ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ધાર્મિક વિષયો અન્ય અભ્યાસક્રમની સાથે છે, ના તેઓ ખોટી માહિતી આપી રહ્યા છે. જેમાં સામાન્ય વિષયોને વૈકલ્પિક કરવામાં આવ્યા છે.ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન એકસાથે ભણવાનો વિકલ્પ નથી. ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે તે વાત હાઈકોર્ટ સમક્ષ છૂપાવવામા આવી હતી. યુપી સરકાર તરફથી એએસજી નટરાજે કહ્યું કે જો મદરેસાઓ ચાલી રહ્યા છે તો તેને ચલાવવા દો, પરંતુ રાજ્યએ તેનો ખર્ચ ઉઠાવવો જોઈએ નહીં. શૈક્ષણિક સત્ર પૂરું થયા પછી જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઈએ.


શું હતો હાઈકોર્ટનો નિર્ણય?


જસ્ટિસ વિવેક ચૌધરી અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની બનેલી અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે કાયદાને અધિકાર ક્ષેત્રની બહાર જાહેર કરતા ઉત્તર પ્રદેશ સરકારને એક યોજના ઘડવાનો નિર્દેશ આપ્યો હતો જેથી મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓને ઔપચારિક શિક્ષણ પ્રણાલીમાં સમાવી શકાય. આ આદેશ અંશુમાન સિંહ રાઠોડ દ્ધારા દાખલ થયેલી એક અરજીની સુનાવણી દરમિયા આવ્યો હતો. જેમાં યુપી મદરેસા બોર્ડની શક્તિઓને પડકારવામાં આવી હતી. તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લઘુમતી કલ્યાણ વિભાગ અને અન્ય સંબંધિત મદરેસાઓના સંચાલન પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર (સુધારા) અધિનિયમ, 2012 જેવા મુદ્દાઓ પર પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.


એવું કહેવાય છે કે ઉત્તર પ્રદેશમાં લગભગ 25 હજાર મદરેસાઓ છે અને 16,500 થી વધુ મદરેસાઓ યુપી બોર્ડ દ્વારા માન્ય છે. માર્ચની શરૂઆતમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ રાજ્યમાં યુપી-નેપાળ સરહદ પર 13,000 ગેરકાયદેસર મદરેસાઓની ઓળખ કરી હતી અને સરકારને એક રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં આ મદરેસાઓને બંધ કરવાની ભલામણ કરવામાં આવી હતી. દરમિયાન, શુક્રવારે કોર્ટના નિર્ણયથી રાજ્યમાં મદરેસાના વિદ્યાર્થીઓમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. લખનઉની મદરેસામાં માધ્યમિક સ્તરના વિદ્યાર્થી આસિફ રિયાઝે કહ્યું, "અમે અમારા ભવિષ્ય વિશે ચિંતિત છીએ." અમે જાણતા નથી કે અમારું શિક્ષણ કેવી રીતે ચાલુ રાખવું કારણ કે નવી શાળામાં સ્થાનાંતરિત કરવું સરળ રહેશે નહીં અને નવી સિસ્ટમ સાથે અનુકૂલન કરવું મુશ્કેલ બનશે. કોર્ટે આ માટે ઓછામાં ઓછો બે-ત્રણ વર્ષનો સમય આપવો જોઈતો હતો.