નવી દિલ્લીઃ સુપ્રિમ કોર્ટે દારૂ પીવા અને તેના વેચાણ પર પ્રતિબંધ સંબંધી બિહારના કાયદાને દૂર કરવાના પટના હાઇકોર્ટના આદેશ પર રોક લગાવી છે. પટના હાઇકોર્ટે બિહાર સરકાર દ્વારા લાગુ કવરામાં આવેલા દારૂબંધી કાયદાને દૂર કરવા માટે જણાવ્યું હતું. સુપ્રિમ કોર્ટે દારૂના વેપારીઓ સહિત તમામ વિરોધીઓ પાસે જવાબ માંગ્યો છે.

આ વિરોધીઓની અરજીના આધારે હાઇકોર્ટે નીતિશ કુમાર સરકારના દારૂબંધીને અનૈતિક અને અસંવેધાનિક ગણાવી હતી. સુપ્રિમ કોર્ટેઆ મામલાની સુનવણી 8 સપ્તાહ બાદ કરશે.