નવી દિલ્હી: પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરી હતી. મંગળવારે વહેલી સવારે LoC પર જૈશના ઠેકાણા પર 1,000 કિલોના બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ એર સ્ટ્રાઈક 21 મિનિટ ચાલી હતી અને તેમાં 200થી 300 આતંકીઓને ઠાર થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ મંગળવારે સવારે 3.30 વાગે આ સ્ટ્રાઈક કરી હતી. આ ઓપરેશનમાં 12 મિરાજ લડાકૂ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વાયુ સેનાની આ કાર્યવાહી બાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ ટ્વિટ કર્યું છે.


વાંચોઃ એર સર્જીકલ સ્ટ્રાઈક પર આ ભારતીય ખેલાડીએ કહ્યું, The boys have played really well

સચિને ટ્વિટ કરીને લખ્યું કે, ‘અમારા સારાપણાને ક્યારેય અમારી નબળાઈ ન સમજતાં. ભારતીય વાયુ સેનાને મારી સલામ. જય હિંદ.’ સચિન તેંડુલકર ભારતીય વાયુસેનાનો માનદ સભ્ય છે. થોડા દિવસો પહેલા પોખરણમાં કરવામાં આવેલા પરીક્ષણ દરમિયાન પણ સચિન તેંડુલકર ઉપસ્થિત રહ્યો હતો.


ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફે લખ્યું કે, ‘ઈન્ડિયન એરફોર્સને મારી સલામ.’


વર્તમાન ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે લખ્યું કે, ‘ઈન્ડિયન એરફોર્સ બહુત હાર્ડ, બહુત હાર્ડ.’


ભારતના અન્ય એક ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર આકાશ ચોપડાએ લખ્યું કે, ‘જય હિંદ, પરંતુ આગામી વખતે પુલવામા અને ઉરી જેવી ઘટનાઓ બને તે પહેલા જ આતંકવાદ સામે આ પ્રકારની સ્ટ્રાઇક કરી તેમનો સફાયો કરી દેવો જોઈએ.’


પુલવામાનો બદલોઃ 'સોગંદ મુઝે ઇસ મિટ્ટી કી, મેં દેશ નહીં ઝૂકને દુંગા'


પાકિસ્તાનમાં આતંકીઓ પર આક્રમણ મુદ્દે ભારતે સત્તાવાર રીતે શું કહ્યું? જુઓ વીડિયો


પુલવામા હમલે કે બાદ એક એક કરકે પાકિસ્તાન કો હિસાબ લિયા જા રહા હૈઃ મોદી