Lok Sabha Electon Survey: લોકસભા ચૂંટણી 2024ને લઇને અત્યારથી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સત્તાધારી બીજેપી એકવાર ફરીથી જીત માટે કાર્યકર્તાઓમાં જોશ ભરી રહી છે. વળી, કોંગ્રેસ પણ જમીન પર કામ કરી રહી છે. આ બધાની વચ્ચે એક તાજા સર્વે સામે આવ્યો છે, જેનાથી જાણવા મળ્યુ છે કે, બીજેપીને લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ ઉપરાંત અન્ય દળોથી જબરદસ્ત અને તગડી ટક્કર મળવાની છે. આંકડા આ વાતનો પુરાવો આપી રહ્યાં છે.....
ઇન્ડિયા ટુડે અને સી વૉટરના તાજા સર્વેમાં તમામ પાર્ટીઓના વૉટ શેર પર નજર નાંખીએ તો બીજેપીની સરખામણીમાં કોંગ્રેસ ઘણી પાછળ છે, પરંતુ અન્ય દળોને જોઇએ તો આ બીજેપીની નજર પહોંચતા દેખાઇ રહ્યાં છે. સર્વેમાં કુલ વૉટોનુ 22 ટકા કોંગ્રેસને મળતુ દેખાઇ રહ્યુ છે, તો 39-39 ટકા વૉટ બીજેપી અને અન્યોના ખાતામાં આવતા દેખાઇ રહ્યાં છે.
જોકે, ગઇ સામાન્ય ચૂંટણીની સરખામણીમાં બીજેપીનો વૉટ ટકાવારી વધી રહી છે. પરંતુ મતોના શેરમાં ઉતાર-ચઢાવ કઇ રીતે ફાયદો કે નુકશાન પહોંચાડી શકે છે, આને બીજેપીથી સારી રીતે કોણ જાણી શકે છે. 2014 માં બીજેપીના મત શેરોમાં વધારાએ એક ઝટકામાં સત્તામાં પહોંચાડી દીધી હતી, જ્યારે 5 વર્ષ પહેલા 2009માં 200 ના ઉપર સીટ મેળવનારી કોંગ્રેસ અર્શથી ફર્શ પર પહોંચી ગઇ હતી. 2014 માં કોંગ્રેસને માત્ર 44 સીટો મળી હતી.
અહીં છે બીજેપી માટે રાહત -
આ બધાની વચ્ચે બીજેપી માટે એક રાહતનીત વાત જરૂર હોઇ શકે છે કે અન્ય દળોના વૉટ શેરમાં છેલ્લા 1.5 વર્ષોમાં ઘટાડો જોવામાં આવ્યો છે. દોઢ વર્ષની વચ્ચે થયેલા ત્રણ સર્વેમાં અન્ય દોળોના આંકડા 43 ટકાથી ઘટીને 39 ટકા પહોંચી ગયો છે. આ બધાની વચ્ચે બીજેપીનો વૉટ શેર 2 ટકા વધીને 37 થી 39 પહોંચી ગયો છે. અહીંથી એ ધ્યાન આપવાની વાત છે કે, 2019માં પણ અન્ય દળોને 43 ટકા વૉટ મળ્યા હતા. જેમાં વધારો જોવામાં આવ્યો છે, અને ઓગસ્ટ 2021 ના સર્વેમાં આ 46 ટકા પહોંચી ગયો હગતો.
જોકે, હવે ટેન્શન કોંગ્રેસ પણ આપી રહી છે. જેના વૉટ શેરમાં ત્રણ સર્વેની વચ્ચે 2 ટકાનો વધારો થયો છે. જાન્યુઆરી 2022માં કોંગ્રેસના વૉટ શેર 20 ટકા હતા, જે ઓગસ્ટ 2022 માં 21 અને જાન્યુઆરી 2023માં 22 ટકા પહોંચ્યો.