નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની દીકરી બાંસુરીએ અંતિમ સંસ્કારની તમામ વિધી કરી હતી. જે બાદ દિલ્હીના લોધી રોડ સ્થિત સ્મશાનગહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલી બાંસુરી દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. સુષ્મા સ્વરાજના અંતિમ સંસ્કારમાં તેના પતિ સ્વરાજ કૌશલ પણ હાજર હતા. બાંસુરી સુષ્માની એક માત્ર દીકરી છે અને તેણે જ અંતિમ સંસ્કારની તમામ વિધિ પૂરી કરી હતી.


રૂઢિવાદી ભારતમાં એક તરફ જ્યાં પતિ કે પુત્રના હાથે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ત્યાં સુષ્મા સ્વરાજના અંતિમ સંસ્કારમાં તમામ વિધિ તેની દીકરીએ કરી હતી. આમ અંતિમ યાત્રામાં પણ સુષ્મા સ્વરાજ મોટો સંદેશ આપતા ગયા હતા.

સુષ્મા સ્વરાજના આ નિર્ણય બાદ પતિએ કહ્યું હતું, મેડમ, હું તમારી પાછળ 46 વર્ષથી દોડી રહ્યો છું હવે......

‘હવે તું મારા બનેવી સાથે ઘર કરીને રહેજે’, આડાસંબધની શંકામાં પતિએ પત્નીને કહ્યું આમને પછી......