લંડન પોલીસે આ હુમલાને લઇને કહ્યું કે, સ્થાનિક સમયાનુસાર શુક્રવાર બપોરે બે વાગ્યા નજીક બ્રિજ પાસે ચાકૂ વડે હુમલાની જાણકારી મળી હતી. પોલીસના કહેવા અનુસાર આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હતા અને પોલીસે એક વ્યક્તિને મારી છે. પોલીસે કહ્યું કે ઘટનાનું કારણ શું છે તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. હુમલા બાદ મેટ્રોપોલિટન પોલીસે ટ્વિટ કરી પ્રજા અને મીડિયાને વિનંતી કરી છે કે તે ઘટનાસ્થળ સંબંધિત કોઇ પણ ચિત્ર અથવા ફૂટેજ મોકલવામાં અમારી મદદ કરી શકો છો.
લંડન બ્રિજ પર આતંકી હુમલો, પોલીસે હુમલાખોરને ઠાર માર્યો
abpasmita.in
Updated at:
29 Nov 2019 11:57 PM (IST)
બ્રિટનના ટોચના કાઉન્ટર ટેરરિઝમ ઓફિસરે કહ્યું કે, પોલીસે હુમલાખોરને ઠાર માર્યો હતો. આ એક આતંકી હુમલો છે
NEXT
PREV
નવી દિલ્હીઃ બ્રિટનના જાણીતા લંડન બ્રિજ પાસે શુક્રવાર બપોરે ચાકૂથી હુમલો કરવામાં આવ્યો છે. ઘટના બાદ પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે. પોલીસે આ મામલાની તપાસ કરી રહી છે. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. જોકે, પોલીસે ઘટનાસ્થળ પર જ હુમલાખોરને ઠાર માર્યો હતો. બ્રિટનના ટોચના કાઉન્ટર ટેરરિઝમ ઓફિસરે કહ્યું કે, પોલીસે હુમલાખોરને ઠાર માર્યો હતો. આ એક આતંકી હુમલો છે. બીજી તરફ બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસનું કહેવું છે કે લંડન બ્રિજ સ્ટેશનને બંધ કરી દેવાયું છે અને કોઇ ટ્રેન ત્યાં રોકાશે નહીં.
લંડન પોલીસે આ હુમલાને લઇને કહ્યું કે, સ્થાનિક સમયાનુસાર શુક્રવાર બપોરે બે વાગ્યા નજીક બ્રિજ પાસે ચાકૂ વડે હુમલાની જાણકારી મળી હતી. પોલીસના કહેવા અનુસાર આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હતા અને પોલીસે એક વ્યક્તિને મારી છે. પોલીસે કહ્યું કે ઘટનાનું કારણ શું છે તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. હુમલા બાદ મેટ્રોપોલિટન પોલીસે ટ્વિટ કરી પ્રજા અને મીડિયાને વિનંતી કરી છે કે તે ઘટનાસ્થળ સંબંધિત કોઇ પણ ચિત્ર અથવા ફૂટેજ મોકલવામાં અમારી મદદ કરી શકો છો.
લંડન પોલીસે આ હુમલાને લઇને કહ્યું કે, સ્થાનિક સમયાનુસાર શુક્રવાર બપોરે બે વાગ્યા નજીક બ્રિજ પાસે ચાકૂ વડે હુમલાની જાણકારી મળી હતી. પોલીસના કહેવા અનુસાર આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હતા અને પોલીસે એક વ્યક્તિને મારી છે. પોલીસે કહ્યું કે ઘટનાનું કારણ શું છે તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. હુમલા બાદ મેટ્રોપોલિટન પોલીસે ટ્વિટ કરી પ્રજા અને મીડિયાને વિનંતી કરી છે કે તે ઘટનાસ્થળ સંબંધિત કોઇ પણ ચિત્ર અથવા ફૂટેજ મોકલવામાં અમારી મદદ કરી શકો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -