રેપના આરોપી RJDના પૂર્વ ધારાસભ્ય રાજ વલ્લભના જામીન રદ્દ, જેલમાં જ રહેશે
abpasmita.in | 24 Nov 2016 04:11 PM (IST)
નવી દિલ્લી: નાબાલિક સાથે બળાત્કાર મામલે રાષ્ટ્રીય જનતા દળના સસ્પેંડ કરવામાં આવેલા ધારસભ્ય રાજ વલ્લભ યાદવના જામીન રદ્દ કરવામાં આવ્યા છે. પટના હાઈકોર્ટ દ્વારા જામીન રદ્દ કર્યા બાદ રાજ વલ્લભ હવે જેલમાંજ રહેશે. તેમણે ગત 9 નવેંબરના બિહારશરીફ કોર્ટમાં સરેંડર કર્યું હતું. સુપ્રીમ કોર્ટના જજ એ કે સિકરી અને એએએમની સ્પેશ્યલ બેંચે ગુરૂવારે નિર્ણય સંભળાવતા બિહાર સરકારની અરજી જેમાં પટના હાઈકોર્ટ દ્વારા આજે રાજ વલ્લભના જામીન રદ્દ કરવાની માંગ કરી હતી, જેનો સ્વીકાર કરવામાં આવે છે.