Swami Chakrapani On Chandrayaan 3: 23 ઓગસ્ટના રોજ, ભારતના ચંદ્રયાન-3 મિશને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું, અને અવકાશમાં ઇતિહાસ રચ્યો. જે બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. PM મોદીએ શનિવારે (26 ઓગસ્ટ)ના રોજ જાહેરાત કરી હતી કે ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઇટને 'શિવ શક્તિ' પોઇન્ટ કહેવામાં આવશે. આ નામ બદલ્યા બાદ દેશમાં રાજકારણ પણ તેજ થઈ ગયું છે.


 






હવે હિન્દુ મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણીએ પણ આ મામલે નિવેદન આપ્યું છે. સમાચાર એજન્સી ANI અનુસાર, તેમણે રવિવારે (27 ઓગસ્ટ) કહ્યું,જેહાદી માનસિકતાના લોકો ચંદ્ર પર પહોંચે તે પહેલા જ ચંદ્રને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરી દેવું જોઈએ અને શિવશક્તિ પોઈન્ટને હિન્દુ રાષ્ટ્રની રાજધાની બનાવવી જોઈએ.


ચંદ્રને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું જોઈએ


તેમણે વધુમાં કહ્યું કે, અમે શિવશક્તિ પોઈન્ટને શિવશક્તિ ધામ તરીકે જોઈ રહ્યા છીએ. હિન્દુ મહાસભા, સંત મહાસભા વતી, હું સરકારને પત્ર પણ મોકલી રહ્યો છું કે ચંદ્રને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરે અને શિવશક્તિ પોઈન્ટને તેની રાજધાની બનાવે. એક પ્રસ્તાવ પણ પસાર કર્યો કે, જેવું આવનજાવન સરળ બનશે  અમે શિવશક્તિ પોઈન્ટ પર ભગવાન શિવ, મા પાર્વતી અને ભગવાન ગણેશનું ભવ્ય મંદિર બનાવીશું. 


પીએમ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી


PM મોદીએ શનિવારે એમ પણ કહ્યું હતું કે ચંદ્રયાન-2 એ 2019માં ચંદ્રની સપાટી પર જ્યાં પગના નિશાન છોડ્યા હતા તેને તિરંગા પોઇન્ટ કહેવામાં આવશે અને 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અંતરીક્ષ દિવસ તરીકે ઉજવવામાં આવશે. ઈસરોએ 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું. તે 23 ઓગસ્ટની સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડ થયું હતું. આ પહેલા કોઈ ચંદ્રના આ ભાગ સુધી પહોંચી શક્યું ન હતું. ભારત આમ કરનાર પ્રથમ દેશ બની ગયો છે.


ચંદ્રયાન-3 ના લેન્ડર વિક્રમના સફળ ઉતરાણ પછી, રોવર પ્રજ્ઞાન ચંદ્ર પર ચાલતી વખતે ડેટા એકત્રિત કરી રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) રોવરની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યું છે. ઈસરોના વડા એસ સોમનાથે શનિવારે (26 ઓગસ્ટ) જણાવ્યું હતું કે તેમની ટીમ આગામી બે અઠવાડિયાની રાહ જોઈ રહી છે.