નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ સ્વતંત્ર દેવ સિંહને ઉત્તર પ્રદેશ બીજેપીના નવા અધ્યક્ષ બનાવ્યા છે. સ્વતંત્ર સિંહ હાલ યુપી સરકારમાં પરિવહન મંત્રી છે. જ્યારે ચંદ્રકાંત પાટિલને મહારાષ્ટ્ર બીજેપની નવા અધ્યક્ષ નિમવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા બાદ મહેન્દ્ર નાથ પાંડેયે પ્રદેશ અધ્યક્ષ તરીકે રાજીનામું આપી દીધું હતું. ભાજપની એક વ્યક્તિ-એક પદની નીતિના કારણે કેન્દ્રીય મંત્રી બન્યા બાદ મહેન્દ્ર નાથ પાંડે એક સાથે બીજેપી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રહી શરકા નથી. આ કારણે તેમણે રાજીનામું આપ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સ્વતંત્ર દેવ સિંહને યુપી બીજેપીના અધ્યક્ષ નિમવામાં આવ્યા છે. તેમની નિમણૂક તાત્કાલિક પ્રભાવથી લાગુ થશે.
સ્વતંત્ર દેવ સિંહ પાસે લાંબો રાજકીય અનુભવ છે. લોકસભા ચૂંટણી દરમિયાન સ્વતંત્ર દેવ સિંહ મધ્યપ્રદેશના ઈન્ચાર્જ હતા. તેમના માર્ગદર્શનમાં ભાજપે મધ્યપ્રદેશમાં સારું પ્રદર્શન કર્યું અને 29માંથી 28 સીટો જીતી હતી. સ્વતંત્ર દેવ સિંહ ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય છે.