નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ બુધવારે પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મૌલાના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરી દીધો. આને ભારતની મોટી કૂટનીતિક જીત તરીકે જોવામાં આવી રહી છે. આ જીતનો ઉલ્લેખ કરતાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અને સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને ભારતીય ટીમના ક્રિકેટર એમએસ ધોનીને યાદ કર્યા, તેમનો ઉલ્લેખ કર્યો હતો.

એક મીડિયામાં છપાયેલા રિપોર્ટ અનુસાર, અકબુરુદ્દીને કહ્યું કે, ''21 ફેબ્રુઆરીની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)નુ (પુલવામા હુમલા) નિંદા નિવેદન પ્રમુખ હતુ. આને બતાવ્યુ કે આ મુદ્દે પરિષદમાં સામાન્ય સહમતી સંભવ હતી.''

અકબુરુદ્દીને કહ્યું કે, ''હું એમએસ ધોનીના દ્રષ્ટિકોણમાં વિશ્વાસ રાખુ છુ, એ વિચારતા કે કોઇ લક્ષ્યને પુરા કરવાની કોશિશ દરમિયાન તમે જેટલુ વિચારો છો, તેનાથી ક્યાંય વધાર સમય હોય છે. ક્યારેય એમ ના કહો કે સમય પુરો થઇ ગયો, ક્યારેય પણ જલ્દી હાર ના માની લો.''




નોંધનીય છે કે, પુલવામા હુમાલાનો માસ્ટર માઇન્ડ અને જૈશનો પ્રમુખ મસૂદ અઝહરને ગઇકાલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ગ્લૉબલ આતંકી જાહેર કરી દીધો છે. ભારતે સતત પ્રયાસો કરીને પોતની જીત મેળવી હતી. છેલ્લા 10 વર્ષથી ચીનના અડંગાથી મામલો લટકેલો પડ્યો હતો.