India Beats Pakistan: મેલબોર્નમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું. ભારતની જીતનો હીરો રહ્યો વિરાટ કોહલી રહ્યો જેમણે 53 બોલમાં 82 રન બનાવ્યા. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 8 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા જે લક્ષ્યને ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું.


 






એક તરફ જ્યાં દરેક જગ્યાએ ટીમ ઈન્ડિયાની આ જીતની ચર્ચા થઈ રહી છે તો બીજી તરફ રાજકીય ગલિયારામાં પણ આ જીતની ઉજવણી થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર સતત અભિનંદનનો દોર ચાલી રહ્યો છે. ટીમ ઈન્ડિયાની આ જીત પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને લખ્યું છે કે... જીતવાની જે આદત છે... ગર્વ છે તમારા પર ટીમ ઈન્ડિયા... જય હો. તો સાથે જ ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે ટી20 વર્લ્ડ કપ શરૂ કરવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે. દિવાળી શરૂ થઈ ગઈ છે. વિરાટ કોહલીએ શું ઈનિંગ્સ રમી છે. સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન.






 


કોંગ્રેસ નેતા શશિ થરૂરે ટ્વિટ કર્યું કે, ગોવામાં કેથોલિક યુનિવર્સિટીમાં એક કોન્ફરન્સને સંબોધિત કર્યા બાદ તેમણે કહ્યું કે, ભારત પાકિસ્તાન મેચ જોવામાં મારી ફ્લાઈટ મીસ થઈ ગઈ. હવે આગામી ફ્લાઇટ સવારે 9:55 વાગ્યે છે. મારે આ ટુર્નામેન્ટની આ મેચ જોવી હતી. 


 






આ સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે શું શાનદાર મેચ હતી. વિરાટની શાનદાર રમતના કારણે ભારતે પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવી હતી. વિશ્વ ટી20માં ભારતની વિજયી શરૂઆત માટે ટીમ ઈન્ડિયા અને તમામ દેશવાસીઓને અભિનંદન. આ જીતનો સિલસિલો યથાવત રાખીને આપણે વર્લ્ડ કપ પણ જીતીને લાવીશું. 






 


તો બીજી તરફ રાહુલ ગાંધીએ લખ્યું કે, વોટ એ થ્રિલર મેચ, અગેઈસ્ટ પાકિસ્તાન. દબાણ હેઠળ એક સૌથી મોટી જીત. વેલડન ટીમ ઈન્ડિયા. આગળની મેચો માટે શુભેચ્છા.


 










આ ઉપરાંત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ ટીમ ઈન્ડિયાને શુભકામના પાઠવી હતી.