મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈમાં સુરક્ષા સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ સ્થિત તાજ હોટલનો બોંબથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ફોન આવ્યો છે. ફોન કરનારા અજાણ્યા વ્યક્તિએ કહ્યું, કરાચી સ્ટોક એક્સચેન્જમાં થયેલો આતંકી હુમલો બધાએ જોયો. હવે તાજ હોટલમાં 26/11 જેવો હુમલો ફરી એક વાર થશે.


26 નવેમ્બર, 2008ની રોજ મુંબઈમાં આતંકી હુમલો થયો હતો. આશરે 60 કલાક સુધી ચાલેલા હુમલામાં 166થી વધારે લોકો માર્યા ગયા હતા અને 300થી વધારે લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 28 વિદેશી નાગરિકો પણ હતા. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો વધુ વણસ્યા હતા.

મુંબઈ આતંકી હુમલાના એકમાત્ર આતંકી અજમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો. તેણે ભારતીય તપાસ એજન્સીએ ઘટના અંગે પૂછપરછ કરી હતી. જેમાં પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યું હતું. કસાબને 21 સપ્ટેમ્બર, 2012ની સવારે પુણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.