નવી દિલ્હીઃ સરહદ પર તણાવ ઓછો કરવા માટે ભારત અને ચીનની વચ્ચે કોર કમાન્ડર સ્તરની ત્રીજા તબ્કકાની બેઠક આજે લદ્દાખમાં ચુશૂલમાં મળવાની છે. ખાસ વાત એ છે કે આ મીટિંગ આ વખતે ભારતે બોલાવા પર મળી રહી છે. આ પહેલા બન્ને મીટિંગ ચીનના આમંત્રણ પર આયોજિત કરવામાં આવી હતી.


સરકારી સૂત્રો અનુસાર, વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત તરફથી ચુશૂલમાં બન્ને દેશોના કોર કમાન્ડર સ્તરની બેઠક સવારે 10-30 કલાકે શરૂ થશે. ભારત તરફતી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેહ સ્થિત 14મી કોરના કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ કરશે. જ્યારે ચીન તરફથી પીએલએ સેનાના દક્ષિણી શિંચિયાંગ મિલિટ્રી ડિસ્ટ્રિક્ટના કમાન્ડર, મેજરલ જનરલ લિયુ લિન કરશે. આ પહેલા પણ બન્ને કમાન્ડર 6 જૂન અને 22 જૂનના રોજ મુલાકાત કરી ચૂક્યા છે.

આજની મીટિંગ ભારતના બોલાવા પર આયોજિત થઈ રહી છે, માટે આ એલએસી પર ભારત તરફથી ચુશૂલમાં થવા જઈ રહી છે. સૂત્રો અનુસાર આ મીટિંગમાં મુદ્દા સરહદ પર ડિસઇંગજમેન્ટની પ્રકિર્યાને લાગુ કરવા, ડિએસક્લેટ એટલે કે તણાવ ઓછો કરવા અને સ્ટેટસ-ક્યો લાગુ કરવાનો છે. કારણ કે 22 જૂનના રોજ થયેલ કોર કમાન્ડર્સની મીટિંગમાં પણ બન્ને દેશ ડિસઇંગેજમેન્ટ એટલે કે જવાનોને વિવાદિત વિસ્તારમાંથી પાછળ હટવા તૈયાર થઈ ગયા હતા પરંતુ બન્ને દેશના જવાનો હજુ સુધી એક ઇંચ પણ પાછળ હટ્યા નથી.

સૂત્રો અનુસાર ડિસઇંગેજમેન્ટ પહેલા બન્ને દેશોની સેનાઓની વચ્ચે ડિએસક્લેશન ખૂબ જ જરૂરી છે. એટલે કે પહેલા એલએસી પર સૈનિકોની સંખ્યા ઓછી કરી તણાવ ઓછો કરવામાં આવે. ત્યાર બાદ જ ડિસઇંગેજમેન્ટ થઈ શકશે.