કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પણ અફઘાન સરકારના હાથોથી નીકળીને તાલિબાનોના હાથથી જતી જોવા મળી રહી છે.
અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં તાલિબાનીઓએ ચારેતરફથી ઘૂસવાની શરૂઆતકરી દીધી છે કાબૂલ બહાર મોટી સંખ્યામાં તાલિબાની લડાકુઓ પહોંચી ચૂક્યા છે અને ધમાકાઓની અવાજ
સંભળાઇ રહ્યો છે. કાબૂલ જવાના લગભગ તમામ રસ્તાઓ પર તાલિબાનનો કબજો થઇ ચૂક્યો છે.
બીજી તરફ અફઘાનિસ્તાનના ગૃહમંત્રીએ કહ્યું કે, કાબૂલ પર હુમલો થયો નથી. તેમણે કહ્યું કે, સત્તાનો શાંતિપૂર્વક હસ્તાંતરણ કરવામાં આવશે. જ્યારે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું કે, કાબૂલની સ્થિતિ કંન્ટ્રોલમાં છે. અને ડરવાની કોઇ જરૂર નથી. બીજી તરફ સરકારી કર્મચારીઓને ઓફિસમાંથી ઘરે મોકલી દેવામાં આવી છે.
તાલિબાને નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે, કાબૂલમાં શાંતિપૂર્વક વાતચીત મારફતે પ્રવેશ કરીશું. બળજબરીપૂર્વક પ્રવેશવાનો કોઇ ઇરાદો નથી.સરકાર સાથે વાતચીત ચાલી રહી છે, અમે કોઇ સાથે બદલો લેવા માંગતા નથી.
અફઘાનિસ્તાનની ન્યુઝ એજન્સી એપીએ જણાવ્યું કે, તાલિબાન કાબુલના બહારના વિસ્તારમાં પહોંચી ચૂક્યાં છે. કાબુલથી જોડાયેલા કાલાકાન, કરાબાગ અને પાધમાન સુધી તાલિબાને ધામા નાખી દીધા છે. ત્યારબાદ આ કાબૂરમા પણ અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકારે તેના બધા જ કર્મચારીને ઘરે રવાના કરી દીધા છે.
તાલિબાને કહ્યું. અમે બધાને માફ કર્યું
તાલિબાન તરફથી એક નિવેદન જાહેર કરવામા આવ્યું છે કે તે જબરદસ્તી કાબૂલમાં નહીં ઘૂસે. શાતિપૂર્વક પ્રવેશ માટે વાતચીત ચાલી રહી છે. તાલિબાને તે પણ સ્પષ્ટતા કરી છે કે, તે નાગરિક ને સેના સામે કોઇ કાર્યવાહી નહીં કરે. તાલિબાનના મુજબ હવે આખા દેશમાં તેનો કબ્જો થઇ ગયો છે.
આ બધી જ ઘટનાની વચ્ચે અફઘાનિસ્તાનના આંતરિક મંત્રી અબ્દુલ સત્તા મિર્જકવાલનું કહેવું છે કે, કાબુલ પર હુમલો નહી થાય અને સતાનું હસ્તાંતરણ શાંતિપૂર્વક થશે. તેમણે કહ્યું કે, કાબુલની સુરક્ષાની જવાબદારી સુરક્ષાદળની છે.
કાબુલની સીમા પર તાલિબાન
ન્યુઝ એજન્સી અસોસિએટેડ પ્રેસ મુજબ તાલિબાનના યુવકોએ રાજધાની કાબુલને ચારે બાજુથી ઘેરી લીધી છે. તાલિબાન ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. તો મીડિયા રિપોર્ટ્સે એ પણ દાવો કર્યો છે કે, તાલિબાનના જૂથને હાલ શહેરના ગેટ પર ઉભા રહેવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે અને અંદર દાખલ કરવા માટે મનાઇ કરી દેવાઇ છે. અમેરિકા અને નાટોના દળની વાપસી બાદ તાલિબાનની રફતાર તેજ થઇ ગઇ છે અને રાજધાની કાબુલ તરફ તે ઘસી રહ્યાં છે.
ઘણા સમયથી ચાલતા સંઘર્ષ બાદ આખરે તાલિબાન અફઘાનિસ્તાન કાબુલ બહાર ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠન તૈનાત છે અને કોઈ પણ વખત ઘૂસી શકે થે, જો કે તાલિબાનનું કહેવું છે કે, શાંતિપૂર્ણ રીતે 'સત્તા' હાથમાં લેશે. અને કોઇ પણ પ્રકારનું નુકસાન નહીં થાય.