નવી દિલ્હીઃ તમિલનાડુના મુખ્યમંત્રી ઈ પલાનિસામી અને નાયબ મુખ્યમંત્રી ઓ પન્નીરસેલ્વમે લોકસભા ચૂંટણી માટે સોમવારે પાર્ટી તરફથી ઉમેદવાર બનવા ઈચ્છુક લોકોના ઇન્ટરવ્યૂ લીધા. પાર્ટીના સીનિયર નેતા મંગળવારે પણ ઇન્ટરવ્યૂ કરશે. આ મામલે વિતેલા સપ્તાહે જાણકારી આપવામાં આવી હતી. પાર્ટીએ એક નિવેદન કહ્યું હતું કે, સોમવારે સલેમ, કક્લકુરુચી, નમક્કલ, કરૂર, ઈરોડ, તિરિપુર, નીલગિરિ, કોયંબટૂર, પોલ્લચી અને વિલ્લૂપુરમ માટે સવારે 9-30 કલાકથી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.




ઠેની, મદુરૈ, ડિંડીગુલ, વિરૂદ્ધનગર, શિવગંગા, રામનાથપુરમ, તૂતીકોરિન, તેંકસી, તિરુનવલી અને કન્યાકુમારી માટે ઉમેદવારના ઇન્ટરવ્યૂ 3 કલાકથી લેવામાં આવશે. જ્યારે 12 માર્ચના રોજ સવારે 10 કલાકથી તિરુવલ્લૂર, નોર્થ ચેન્નઈ, સાઉથ ચેન્નઈ, સેન્ટ્રલ ચેન્નઈ, શ્રીપરમંબદૂર, કાંચીપુરમ, અરક્કોનમ, વેલ્લોર, કૃષ્માગિરી અને ધર્મપુરી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. તિરૂવન્મમલાઈ, અર્ની, ત્રિચી, પેંરબલૂર, કુડ્ડલૂર, ચિદંબરમ, મૈલાદુથુરાઈ, નાગપટ્ટિનમ અને થંજવુર માટે ઇન્ટરવ્યૂ સાંજે 4 કલાકે લેવાશે.