ચેન્નઈઃ તમિલનાડુના ન્યૂવેલી થર્મલ પ્લાંટના સ્ટેજ-2ના એક બોયલરમાં મોટો વિસ્ફોટ થયો છે. જેમાં અનેક લોકોના મોત થયાની આશંકા છે. હાલ 17 ઘાયલોને એનએલસી લિગ્નાઈટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ પ્લાન્ટમાં કોલસાથી વીજળી બનાવવામાં આવે છે. પ્લાન્ટમાં ફસાયેલા લોકો માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.


સ્થાનિક તંત્ર દ્વારા હાલ કેટલા લોકોના મોત થયા તેની પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટના સ્થળ પર તમામ ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે.



7 મેના રોજ નેવેલી પાવર પ્લાન્ટમાં બોયલર ફાટ્યું હતું. દુર્ઘટના 84 મીટર ઊંચાઈ વાળા બોયલરમાં થઈ હતી. તે સમયે કર્મચારી અને ટેક્નીશિયર 32 મીટર દૂર હતા. દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.