મુંબઈઃ મહારાષ્ટ્રમાં મરાઠીને લઈ રાજ્ય સરકારે એક આદેશ જાહેર કર્યો છે. આદેશની અવગણના કરનારા સરકારી અધિકારીઓએ મોટી કિંમત ચુકવવી પડી શકે છે અને તેમનું ઈન્ક્રીમેન્ટ પણ રોકવામાં આવી શકે છે.


મહારાષ્ટ્ર સરકારે આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરી દીધો છે. જેમાં તમામ વહીવટી કામમાં મરાઠીના ઉપયોગનો આદેશ છે.



સર્કુલરમાં રાજ્યની તમામ સરકારી વિભાગ, મંત્રાલય, નગરપાલિકા ઓફિસોમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે. જે કર્મચારીઓ આમ નહીં તેમને ચેતવણી આપવામાં આવશે અથવા વાર્ષિક ઈન્ક્રીમેન્ટ રોકી દેવામાં આવશે.

આ પ્રકારનો આદેશ પહેલા પણ જાહેર કરવામાં આવી ચુક્યો છે પરંતુ તેના પર ખાસ અમલ થયો નથી. મહારાષ્ટ્રમાં મરાઠી બોલવાને લઈ અનેક વખત ચર્ચા થઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી અને શિવસેના નેતા હંમેશા મરાઠી પર ભાર આપતાં રહ્યા છે.