નવી દિલ્લી: તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના સ્વાસ્થ્યને લઈને હાલ સસ્પેંસ વધતું જાય છે. જયલલિતા છેલ્લા એક મહિનાથી ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ છે. તેમના હાલ પૂછવા દરેક પાર્ટીના મોટામાં મોટા નેતા પહોંચી ગયા છે.


અત્યાર સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, આખરે જયલલિતાને થયું શું છે. એવામાં હવે વેબસાઈટના અહેવાલોનું માનીએ તો જયલલિતા છેલ્લા એક મહિનાથી વેંટિલેટર પર છે. તેમની હાલત દિવસેને દિવસે બગડતી જાય છે. અહેવાલ અનુસાર હાલ જયલલિતા ઈશારામાં વાત કરી રહ્યા છે. ડૉક્ટર્સ પણ એવું કહી રહ્યા છે કે તેઓ ઠીક છે, પરંતુ તેમની બિમારી વિશે કોઈને પણ કંઈ બતાવવામાં આવી રહ્યું નથી.

અહેવાલ પ્રમાણે જયલલિતાને 22 સપ્ટેબરની રાત્રે એપોલો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ બેભાન હતા. આગલા દિવસે 23 તારીખે તેમની સારવાર માટે પીએમ મોદીએ દિલ્લી એમ્સના ત્રણ ડૉક્ટરોની ટીમે તેમને ચેન્નાઈ મોકલ્યા હતા. આ તમામ વાતો વચ્ચે જયલલિતાને માઈનોર હાર્ટઅટેક પણ આવ્યો હતો. તેમનો ડાયાબિટીસ પણ ઘણો વધી ગયો છે સાથે બ્લડ પ્રેશર પણ હાઈ છે. તેમને હાલ પેસમેકર લગાવવામાં આવ્યું છે. આ 24થી 27 તારીખની વાત છે. 28 તારીખથી તેમની હાલત વધારે ખરાબ થવા લાગી હતી. મલ્ટી ઑર્ગન પ્રૉબ્લમ્સ પણ શરૂ થઈ ગયા છે. કીડની, લીવર અને ફેંફસામાં પણ ઈન્ફેક્શન થયું હતું, ત્યારે તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતા.