વિવાદ બાદ સરકારની સ્પષ્ટતા- કોઇના પર કોઇ ભાષા થોપવાનો ઇરાદો નથી
abpasmita.in | 01 Jun 2019 09:25 PM (IST)
ડીએમકે અધ્યક્ષ સ્ટાલિને પોતાના ટ્વિટમાં લખ્યું કે, તમિલોના લોહીમાં હિંદી માટે કોઇ જગ્યા નથી.
નવી દિલ્હીઃ દક્ષિણ ભારતમાં હિંદી ભાષાને લઇને એકવાર ફરી વિરોધ શરૂ થઇ ગયો છે. આ મામલા પર ડીએમકે અધ્યક્ષ સ્ટાલિને ટ્વિટ કરી જણાવ્યું હતું કે, તમિલોના લોહીમાં હિંદી માટે કોઇ જગ્યા નથી. ડીએમકે અધ્યક્ષ સ્ટાલિને પોતાના ટ્વિટમાં લખ્યું કે, તમિલોના લોહીમાં હિંદી માટે કોઇ જગ્યા નથી. જો અમારા રાજ્યના લોકો પર આ રીતે થોપવાનો પ્રયાસ કરવામાં આવશે તો ડીએમકે તેનો રોકવા માટે યુદ્ધ લડવા માટે તૈયાર છે. નવા ચૂંટાયેલા સાંસદો લોકસભામાં આ અંગે અવાજ ઉઠાવશે. ડીએમકે અને કમલ હસનની પાર્ટી મક્કલ નિધિ મૈય્યમે કહ્યુ કે, તમિલનાડુમાં હિંદી ભણાવવાના કેન્દ્રના કોઇ પ્રયાસનો અમે સખ્ત વિરોધ કરીશું. ડીએમકે સાંસદ ટી શિવાએ કહ્યું કે, તમિલનાડુમાં હિંદી લાગુ કરવાનો પ્રયાસ કરીને કેન્દ્ર સરકાર આગ સાથે રમત રમી રહી છે. ભાષા વિવાદ પર તમિલનાડુમાં સંભવિત વિરોધ પ્રદર્શન બાદ સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કોઇ ઉપર કોઇ ભાષા થોપવાનો સરકારનો કોઇ ઇરાદો નથી. નવી શિક્ષણ નીતિ પર ફક્ત એક રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. સરકારે હજુ સુધી તેના પર કોઇ નિર્ણય લીધો નથી. સરકારે હજુ સુધી આ રિપોર્ટ જોયો પણ નથી જેથી આ અફવા ફેલાઇ છે.