નવી દિલ્લી: એક ભારતીય મિત્રને બચાવવા માટે બાંગ્લાદેશી યુવકે પોતાનો જીવ આપી દીધો. તેની આ બહાદુરી આતંકના મો પર એક તમાચા સમાન છે. ફરાઝ હુસૈન માનવતાનું ઉદાહરણ છે.


આંખોમાં નફરતનું ઝેર અને મોતનો તાંડવ કરનારા આતંકવાદીઓની નજરમાં ભલે માનવતા ન હોય પણ ફરાઝની કુરબાનીએ દુનિયાને માનવતાનો સંદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે યુપીની ફિરોઝાબાદની તારિશી જૈને ઢાકા હુમલામાં જીવ ગુમાવ્યો છે. શુક્રવારે સાંજે જ્યારે હુમલો થયો ત્યારે તારીશી પોતાના બે મિત્રો અબ્નિતા કબીર અને ફરાઝ હુસૈન સાથે તે કેફેમાં હાજર હતી.

ફરાઝ, અબ્નિતા અને તારીશી

ઈંડિયન એક્સપ્રેસના જણાવ્યા મુજબ તારીશી, અબ્નિતા અને ફરાઝ એમેરિકન શાળામાં સાથે ભણ્યા હતા. ત્રણેય મૃત્યુ પણ સાથે પામ્યા. રિપોર્ટ અનુસાર ફરાઝને આતંકવાદીઓને જવા માટે કહ્યુ હતું પણ તે પોતાની બે મિત્રોને છોડીને જવા તૈયાર નહોતો.

આતંકવાદીઓ ફરાઝને કદાચ એટલે છોડી રહ્યા હતા કેમકે તે મુસ્લિમ હતો અને બાંગ્લાદેશી હતો. પણ ફરાઝે છેલ્લા શ્વાસ સુધી મિત્રતા નિભાવી હતી.