નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 873 લોકો આ બીમારીની ઝપેટમાં આવી ચૂક્યા છે જ્યારે 19 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાની સારવાર માટે વેન્ટિલેટર, માસ્કથી લઇને સેનિટાઇઝરની જરૂર છે. એવામાં દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ ટ્વિટ કરી ટાટા ટ્રસ્ટ તરફથી 500 કરોડ રૂપિયાની દાનની  જાહેરાત કરી છે. તે સિવાય ટાટા સન્સે એક હજાર કરોડ રૂપિયા દાનમાં આપવાની જાહેરાત કરી છે.




રતન ટાટાએ ટ્વિટ કરી જણાવ્યુ કે, હાલમાં કોરોના વાયરસનું સંકટ  સૌથી મુશ્કેલ પડાકરમાંનો એક છે. ટાટા જૂથની કંપનીઓ હંમેશા આવા સમયમાં દેશની જરૂરીયાત સાથે ઉભી રહી છે. હાલમાં દેશને અમારી સૌથી વધુ જરૂર છે.



 નોંધનીય છે કે અમેરિકાએ પણ કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સામે લડવા ભારત સહિત 64 દેશોને 17.4 કરોડ ડોલરની આર્થિક મદદની જાહેરાત કરી હતી. તે સિવાય અને બોલિવૂડ સેલિબ્રિટિઝ અને ખેલાડીઓ પણ દાનની જાહેરાત કરી ચૂક્યા છે.