Tax On Temple: હવે કર્ણાટકમાં મંદિરોએ આપવો પડશે ટેક્સ, સરકારના નિર્ણય પર ભડકી BJP

Tax On Temple: કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર મંદિરોમાંથી ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહી છે

Continues below advertisement

BJP Slams Siddaramaiah: કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર મંદિરોમાંથી ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહી છે. આ સંદર્ભમાં, કર્ણાટક હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ બિલ 2024 બુધવારે (21 ફેબ્રુઆરી) વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ પાસ થયા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા અને તેને હિંદુ વિરોધી ગણાવી હતી.

Continues below advertisement

 કર્ણાટક ભાજપના અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ કહ્યું હતું કે કોંગ્રેસ સરકાર હિંદુ વિરોધી નીતિઓ અપનાવીને પોતાની ખાલી તિજોરી ભરવા માંગે છે. વાસ્તવમાં આ બિલ હેઠળ સરકારને તે મંદિરો પાસેથી 10 ટકા ટેક્સ લેવાનો અધિકાર હશે જેમની આવક 1 કરોડ રૂપિયાથી વધુ છે અને જે મંદિરોની આવક 10 લાખથી 1 કરોડ રૂપિયાની વચ્ચે છે તે મંદિરો પાસેથી 5 ટકા ટેક્સ લેવામાં આવશે.

 'હિન્દુ મંદિરોની આવક પર નજર' 

વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું હતું કે રાજ્યમાં સતત હિંદુ વિરોધી નીતિઓ અપનાવીને કોગ્રેસ સરકાર હિંદુ મંદિરોની આવક પર નજર નાખી રહી છે અને પોતાનો ખાલી ખજાનો ભરવા માટે હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ બિલ પાસ કર્યું છે. આ સાથે તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ટેક્સમાંથી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરવામાં આવશે.

 તેમણે કહ્યું, “આ હેઠળ સરકાર 1 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરતા મંદિરોની આવકમાંથી 10 ટકા એકત્રિત કરશે, આ ગરીબી સિવાય બીજું કંઈ નથી. ભગવાનના જ્ઞાન અને મંદિરના વિકાસ માટે ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવતો પ્રસાદ મંદિરના જીર્ણોદ્ધાર અને ભક્તોની સુવિધા માટે ફાળવવો જોઈએ. જો તે અન્ય કોઈ હેતુ માટે ફાળવવામાં આવે છે તો તે લોકોની દૈવી માન્યતાઓ પર હિંસા અને છેતરપિંડી થશે.” બીજેપી નેતાએ એમ પણ કહ્યું કે શા માટે માત્ર હિન્દુ મંદિરોને જ નિશાન બનાવવામાં આવે છે અન્ય ધર્મોને નહીં.

 કોંગ્રેસે આનો જવાબ આપ્યો 

બીજેપીના હુમલાનો જવાબ આપતા કર્ણાટકના મંત્રી રામલિંગા રેડ્ડીએ ભાજપ પર ધર્મને રાજકારણમાં લાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ હિન્દુત્વની સાચી સમર્થક છે.  કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે  “વિજયેન્દ્ર યેદિયુરપ્પા, તે સ્પષ્ટ છે કે ભાજપ હંમેશા દાવો કરીને રાજકીય લાભ લે છે કે કોંગ્રેસ હિંદુ વિરોધી છે. જો કે, અમે કોંગ્રેસના લોકો પોતાને હિંદુ ધર્મના સાચા સમર્થકો માનીએ છીએ, કારણ કે વર્ષોથી કોંગ્રેસની સરકારોએ મંદિરો અને હિંદુ હિતોનું સતત રક્ષણ કર્યું છે.”

Continues below advertisement
Sponsored Links by Taboola