વેરિયંટ કિંમત
J ઓપ્શનલ 8.76 લાખ રૂપિયા
J 9.40 લાખ રૂપિયા
G ઓપ્શનલ 9.74 લાખ રૂપિયા
G 10.55 લાખ રૂપિયા
V 11.74 લાખ રૂપિયા
V ઓપ્શનલ 12.08 લાખ રૂપિયા
VX 12.96 લાખ રૂપિયા
આ અપડેટમાં કંપનીએ 3 નવા વેરિયંચટ લોન્ચ કર્યા હતા. જેમાં J (Optional), G (Optional) અને V (Optional) સામેલ છે. ત્રણ નવા વેરિયંટ મેન્યુઅલ અને સીવીટી ગિયરબોક્સમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત કંપનીએ Toyota Yarisમાં કેટલાક નવી ફીચર્સ સામેલ કર્યા છે. ડ્યુલ ટોન કલક ઓપ્શન માત્ર V (Optional) વેરિયંટમાં જ મળશે. આ ઉપરાંત વેરિયંટમાં ડાયમંડ કટ, અલોય વ્હીલ, લેધર સીટ્સ અને ગ્રિલ તથા વિંગ મિરર્સ પર બ્લેક ફિનિશ આપવામાં આવ્યું છે. આ ફીચર્સ પહેલાથી ઉપલબ્ધ V વેરિયન્ટમાં મળતાં ફિચર્સથી વધારાના છે. આ નવા વેરિયંટની કિંમત મેન્યુઅલ ટ્રાન્સમિશન મમાટે 11.97 લાખ રૂપિયા અને સીવીટી માટે 13.17 લાખ રૂપિયા છે.
નવા વેરિયંટ ઉપરાંત યારિસમાં અન્ય બે બદલાવની વાત કરીએ તો હવે કારમા એલોય વ્હીલ સ્ટાન્ડર્ડ એટલે કે તમામ વેરિયંટમાં આપવામાં આવ્યા છે. ઉપરાંત ડ્રાઇવર અને કો-ડ્રાઇવરને સીટ બેલ્ટ રિમાઈંડ, રિયર પાર્કિંગ સેંસર્સ અને સ્પીડ એલર્ટ સિસ્ટમ ફીચર્સ પણ તમામ વેરિયંટમાં મળશે. G વેરિયંટમાં હવે ઓડિયો સિસ્ટમ નહીં મળે. 7.0 ઈંચ ટચસક્રીન સિસ્ટમ હવે V વેરિયંટમાં પણ આપવામાં આવી છે, જ્યારે પહેલા આ માત્ર VX વેરિયંટમાં મળતું હતું.
Car loan Information:
Calculate Car Loan EMI