રવિવારે રાજ્ય સરકારે કહ્યું, મેડિકલ અને સ્વાસ્થ્ય વિભાગે હૈદરાબાદમાં ફરીથા લોકડાઉન લાગુ કરવાનો સારો વિકલ્પ હોવાનો પ્રસ્તાવ આપ્યો છે. પરંતુ લોકડાઉન ફરીથી લાગુ કરવું એક મોટો ફેંસલો હશે. સરકારી મશીનરી અને લોકોએ આ માટે તૈયાર રહેવું જોઈએ. છેલ્લા બે ત્રણ દિવસની સ્થિતિ જોતા જો જરૂર પડશે તો આગામી દિવસોમાં લોકડાઉન, વિકલ્પો અને અન્ય સંબંધિત મુદ્દાના પ્રસ્તાવ પર ચર્ચા માટે કેબિનેટ બોલાવાશે અને નિર્ણય લેવાશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, તેલંગાણામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 14,419 પર પહોંચી છે. જેમાંથી 247 લોકોના મોત થયા છે. 5,147 લોકો સાજા થઈ ગયા છે અને 9,000 એક્ટિવ કેસ છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,459 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 380 લોકોના મોત થયા છે. દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5,48,318 પર પહોંચી છે અને 16,475 લોકોના મોત થયા છે. 3,21,723 લોકો સાજા થઈ ગયા છે અને 2,10,120 એક્ટિવ કેસ છે.