મુખ્યમંત્રી કે ચંદ્રશેખર દ્ધારા રજૂ કરાયેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે એનપીઆર અને એનઆરસીના પ્રસ્તાવિત પ્રક્રિયાને લઇને ચિંતિત છીએ કારણ કે તેનાથી મોટી સંખ્યામાં લોકો બહાર થઇ શકે છે. પ્રસ્તાવમાં તેલંગણા સરકારને રાજ્યના લોકોને એનપીઆર અને એનઆરસી જેવા કાર્યક્રમોથી સુરક્ષિત રાખવા તમામ જરૂરી પગલા ભરવાની અપીલ કરવામાં આવી છે.
ડિસેમ્બરમાં નાગરિકતા સંશોધન કાયદાના અસ્તિત્વમાં આવ્યા બાદથી જ ભાજપ અને બિન ભાજપ શાસિત રાજ્યોમાં સીએએને લઇને ટકરાવ ચાલી રહ્યો છે. રાજ્યોના વલણ પર કેન્દ્રિય મંત્રીઓનું કહેવું છે કે કેન્દ્રિય કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરીને તેને રોકી શકાય નહીં.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્વિમ બંગાળ, દિલ્હી, અને પંજાબમાં સીએએ વિરુદ્ પ્રસ્તાવ પાસ કર્યો છે. છેલ્લા દિવસોમાં બિહાર વિધાનસભામાં એનઆરસી વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો.