તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ રાજ્ય સરકારના 7 સલાહકારોને બરતરફ કર્યા. જેમાં પૂર્વ મુખ્ય સચિવ રાજીવ શર્મા, પૂર્વ ડીજીપી અનુરાગ શર્મા, પૂર્વ આઈપીએસ એકે ખાન અને અન્ય મુખ્ય સચિવ સોમેશ કુમારનો સમાવેશ થાય છે જેમણે VRS લીધું હતું. સલાહકાર તરીકે કામ કરતા આ તમામ નિવૃત્ત અધિકારીઓ કેસીઆરના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં સૌથી શક્તિશાળી માનવામાં આવતા હતા.


મુખ્યમંત્રી બન્યા બાદ રેવંત રેડ્ડી સતત એક્શનમાં જોવા મળી રહ્યા છે. શપથ લીધા બાદ તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા વચનો પૂરા કરવા લાગ્યા. અગાઉ, શપથ ગ્રહણ સમારોહ પછી તેમણે મુખ્યમંત્રી કાર્યાલયની આસપાસના લોખંડના બેરિકેડ્સને હટાવી દીધા હતા, કારણ કે તેમણે વચન આપ્યું હતું કે મુખ્યમંત્રી આવાસ રાજ્યના તમામ લોકો માટે હંમેશા ખુલ્લું રહેશે.


સીએમ રેવંત રેડ્ડીએ શનિવારે (9 ડિસેમ્બર) બે યોજનાઓ પણ લોન્ચ કરી હતી. આ અંતર્ગત મહિલાઓ માટે મફત બસ મુસાફરી અને ગરીબો માટે 10 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે. આ બંને યોજનાઓ કોંગ્રેસની છ ગેરંટીનો ભાગ છે.


સીએમ રેવન્ત રેડ્ડીએ નાયબ મુખ્યમંત્રી મલ્લુ ભાટી વિક્રમાર્ક, AIMIM ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસી અને કેટલાક મંત્રીઓની હાજરીમાં વિધાનસભા સંકુલમાં બે યોજનાઓ લોન્ચ કરી. 


રેવંત રેડ્ડી નામ પર પહેલા જ મહોર લગાવવામાં આવી હતી


તમને જણાવી દઈએ કે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મુખ્યમંત્રી પદની રેસમાં ઘણા નામ સામે આવ્યા હતા. અચાનક સમાચાર આવ્યા કે રેવંત રેડ્ડી રાજ્યના સીએમ બનશે. રેવંત વિરોધીઓએ તેમને સીએમ બનતા રોકવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પક્ષના ટોચના નેતાઓની પ્રથમ પસંદગી રહ્યા. વાસ્તવમાં, તેલંગાણામાં ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા અને પછી પણ તેઓ BRS વિરુદ્ધ કોંગ્રેસના અભિયાનનો ચહેરો રહ્યા હતા. 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 119માંથી 64 બેઠકો જીતી છે.   


રેવંત રેડ્ડીની સાથે મલ્લુ ભટ્ટી વિક્રમાર્કએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ ઉપરાંત નલમદા ઉત્તમ કુમાર રેડ્ડી, સી. દામોદર રાજનરસિમ્હા, કોમાટિરેડ્ડી વેંકટ રેડ્ડી, ડુડિલ્લા શ્રીધર બાબુ, પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી, પોન્નમ પ્રભાકર, કોંડા સુરેખા, ડી. અનસૂયા સીતાક્કા, તુમ્મલા નાગેશ્વર રાવ, જુપલ્લી કૃષ્ણ રાવ, ગદ્દામ પ્રસાદ કુમારે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial