નવી દિલ્હીઃ તેલંગણામાં સ્વતંત્રતા દિવસ પર પોતાના જિલ્લામાં બેસ્ટ કોન્સ્ટેબલ એવોર્ડ મેળવ્યાના એક દિવસ બાદ જ એક પોલીસ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો. એસીબીએ શુક્રવારે પી.તિરુપતિ રેડ્ડીની તેલંગણાના મહબૂબનગર જિલ્લામાં એક રેત વ્યાપારી પાસેથી 17 હજાર રૂપિયાની લાંચ લેતા સમયે ધરપકડ કરી હતી.
મહબૂબનગરમાં આઇટાઉન પોલીસ સ્ટેશનમાં તૈનાત કોન્સ્ટેબલ કથિત રીતે રેત વ્યાપારીને તેના ટ્રેક્ટર જપ્ત કરવાની ધમકી આપી રહ્યો હતો. કોન્સ્ટેબલ રમેશને ધમકી આપી હતી કે જો તેને પૈસા આપવામાં નહી આવે તો તે ખોટા કેસમાં ફસાવી દેશે. ત્યારબાદ રમેશે ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીમાં ફરિયાદ કરી હતી જેણે જાળ ફેલાવીને કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપ્યો હતો.
એસીબીએ રેડ્ડીની ધરપકડ કરી અને તેને એક ખાસ અદાલતમાં રજૂ કર્યો હતો. ફક્ત એક દિવસ અગાઉ જ રેડ્ડીને તેના સમર્પણ અને વધુ મહેનત કરવા માટે બેસ્ટ કોન્સ્ટેબલનો પુરસ્કાર મળ્યો હતો. તેને સ્વતંત્રતા દિવસ દરમિયાન રાજ્યના એક્સાઇઝ મિનિસ્ટર વી.શ્રીનિવાસ ગૌડને એવોર્ડ આપ્યો હતો.
15 ઓગસ્ટે મળ્યો બેસ્ટ કોન્સ્ટેબલનો એવોર્ડ, એક દિવસ બાદ લાંચ લેતા ધરપકડ
abpasmita.in
Updated at:
17 Aug 2019 08:22 PM (IST)
એસીબીએ શુક્રવારે પી.તિરુપતિ રેડ્ડીની તેલંગણાના મહબૂબનગર જિલ્લામાં એક રેત વ્યાપારી પાસેથી 17 હજાર રૂપિયાની લાંચ લેતા સમયે ધરપકડ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -