રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ટ્રેન નંબર 12723માં સવારે લગભગ 7.43 વાગે અસૌતી સ્ટેશન પર આગ લાગવાની ઘટના ઘટી, ત્યારબાદ ફાઇટ બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
અધિકારીએ જણાવ્યું કે, ટ્રેન અસૌતી સ્ટેશન પરથી પસાર થઇ ચૂકી હતી, પણ આને વલ્લભગઢથી પહેલા રોકવુ પડ્યુ હતુ. ભારે ધુમાડાના કારણે ટ્રેક પર અવરજવર પણ રોકી દેવામાં આવી હતી. અધિકારીએ કહ્યું આગ નવમાં કૉટના પૈડાંની બ્રેક બાઇંડિંગમાં લાગી હતી. જોકે, બાદમાં ફાયર બ્રિગેડની ટીમે યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.