Telangana: હૈદરાબાદમાં એક વિચિત્ર નજારો જોવા મળ્યો જ્યારે તેલંગણાના નેતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીની બહેન વાયએસ શર્મિલા કારની અંદર બેઠા હતા અને તે કારને પોલીસે ક્રેન મારફતે ટોઇંગ કરી હતી.






શર્મિલાની YSR તેલંગણા પાર્ટીએ કે. ચંદ્રશેખર રાવની સરકાર વિરુદ્ધ પદયાત્રા શરૂ કરી છે. વારંગલમાં રાજ્યની સત્તાધારી તેલંગણા રાષ્ટ્ર સમિતિના કાર્યકરો અને સમર્થકો સાથે અથડામણ થયા બાદ તેમને સોમવારે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યારે કારને ક્રેનથી લઈ જવામાં આવી રહી હતી ત્યારે સીએમની બહેન અંદર બેઠા હતા. તેણી કારમાંથી નીચે ઉતર્યા નહોતા.


શર્મિલાને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી


વાયએસ શર્મિલા સતત વિવાદોમાં ફસાયેલી જોવા મળે છે. રેડ્ડી સતત મુખ્યમંત્રી કેસીઆરનો વિરોધ કરી રહ્યા છે. આ વખતે પણ તે સીએમ સામે વિરોધ કરવા પદયાત્રા કરી રહ્યા હતા પરંતુ તેને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે શર્મિલા રેડ્ડીની સોમાજીગુડાથી અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસ તેઓને સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ ગઇ હતી.


શર્મિલાના કાફલા પર હુમલો


અગાઉ સોમવારે શર્મિલાના કાફલા પર ટીઆરએસ સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેમની ધરપકડથી વારંગલ જિલ્લામાં તેમની પદયાત્રા દરમિયાન તણાવ સર્જાયો હતો. પોલીસે શર્મિલાની પદયાત્રાને અટકાવી હતી અને ચેન્નારોપેટા મંડલમાં તેમની અને અન્ય YSRTP નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરી હતી. TRS ધારાસભ્ય પી. સુદર્શન રેડ્ડી વિશે કથિત રીતે કેટલીક વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ શર્મિલાની ધરપકડ કરવામાં આવી હતી.


Covid : કોરોનાની રસીથી થતા મોતને લઈ કેન્દ્રએ હાથ ઉંચા કર્યા, સુપ્રીમમાં આપ્યો જવાબ


Supreme Court: કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનની આડ અસર બદલ વળતરની માંગણી કરતી અરજીનો વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં સરકારે કહ્યું હતું કે, વેક્સીન કંપની દ્વારા બનાવવામાં આવી હતી. સરકારે જરૂરી તપાસ કરાવી. જો કોઈ કિસ્સામાં કોઈને રસીથી નુકસાન થયું હોય તો તે ફાર્માસ્યુટિકલ કંપની અથવા હોસ્પિટલ સામે સિવિલ કાર્યવાહી કરી શકે છે.


સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી સીધું સરકાર પાસેથી વળતરની માંગ કરવી યોગ્ય કહી શકાય નહીં. કેન્દ્ર સરકારે બે લોકોની અરજી પર આ એફિડેવિટ દાખલ કરી છે. બંનેએ કોવિડની રસી લીધા બાદ તેમની દિકરીઓના મૃત્યુ નિપજ્યાનો દાવો કર્યો હતો. આ છોકરીઓ 2021માં મૃત્યુ પામી હતી