કોરોના વાયરસની અફવાને ખત્મ કરવા તેલંગણાના મંત્રીઓએ મંચ પર ખાધુ ચિકન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Feb 2020 10:53 AM (IST)
કોરોના વાયરસે ચીનમાં આતંક મચાવ્યો છે ત્યારે તેને લઇને ભારતમાં અનેક અફવાઓ ફેલાઇ છે. તેલંગણામાં અફવા ફેલાઇ હતી કે ચિકનથી કોરોના વાયરસની ઝપેટમાં લોકો આવી રહ્યા છે.
નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસથી થઇ રહેલા મોત વચ્ચે તેને લઇને અફવાઓ પર ઝડપથી ફેલાઇ રહી છે. કોરોના વાયરસે ચીનમાં આતંક મચાવ્યો છે ત્યારે તેને લઇને ભારતમાં અનેક અફવાઓ ફેલાઇ છે. તેલંગણામાં અફવા ફેલાઇ હતી કે ચિકનથી કોરોના વાયરસની ઝપેટમાં લોકો આવી રહ્યા છે. આ અફવાને ખત્મ કરવા માટે તેલંગણાના કેટલાક મંત્રીઓએ મંચ પર બધાની સામે ચિકન ખાધુ હતું. વાસ્તવમાં તેલંગણાના મંત્રી કેટી રામા રાવ, અટેલા રાજેન્દ્ર, તલસાની શ્રીનિવાસ યાદવ અને અન્યએ હૈદરાબાદમાં મંચ પર ચિકન ખાધુ હતું જેથી એ અફવાને ખત્મ કરી શકાય કે કોરોના વાયરસ ચિકન અને ઇંડાના કારણે ફેલાય છે.ન્યૂઝ એજન્સી એએનઆઇએ તેની કેટલીક તસવીરો જાહેર કરી છે. મંચ પર ચિકન ખાઇને મંત્રીઓએ લોકોને એ અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરી હતી જેમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે ઇંડા અને ચિકન ખાવાથી કોરોના વાયરસ ફેલાય છે. નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે ચીનમાં 2788 લોકોના મોત થયા છે.