કેરળમાં ફૂટબોલ મેચ દરમિયાન પ્રેક્ષક ગેલેરી પાડવાની ઘટના ઘટી છે. ગઈકાલે કેરળના મલપ્પુરમ ખાતે પૂનગોડમાં ફૂટબોલ મેચ દરમિયાન કામચલાઉ પ્રેક્ષક ગેલેરી તૂટી પડી હતી. આ સાથે ફોક્સ લાઈનો ટાવર પણ તૂટી પડ્યો હતો. ઘાટનાને પગલે અનેક લોકો દબાઈ ગયા અને નાસભાગ મચી ગઈ હતી. પોલીસનું કહેવું છે કે લગભગ 200 લોકો ઘાયલ થયા હતા જેમાં પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. વિડીયોમાં જુઓ કેવી રીતે પડી આ પ્રેક્ષક ગેલેરી :
2 હજારથી વધુ લોકો હાજર હતા
જ્યારે અકસ્માત થયો ત્યારે પ્રેક્ષક ગેલેરીમાં 2 હજારથી વધુ લોકો મેચ જોવા માટે હાજર હતા. આ અકસ્માત 19 માર્ચે રાત્રે 9 વાગ્યાની આસપાસ થયો હતો. બે સ્થાનિક ટીમો વચ્ચેની ફાઈનલ મેચ જોવા લોકો આવ્યા હતા.સ્થાનિક લોકોનો આરોપ છે કે ઈવેન્ટ પછી પણ ગેલેરી સંપૂર્ણ ભરાઈ ગઈ હોવા છતાં પણ આયોજકોએ દર્શકોની અવરજવર અટકાવી ન હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો.
ઘણા લોકોના હાથ અને પગ તૂટ્યા
આ ઘટનામાં પ્રેક્ષક ગેલેરીમાં બેસેલા ઘણા લોકોના હાથ અને પગ તૂટ્યા હોવાના સમાચાર છે. બાળકો સહીત ઈજાગ્રસ્ત થયેલા લોકોની સંખ્યા 200થી વધારે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને વંદૂર અને તેની આસપાસની હોસ્પિટલોમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં છે. સમાચાર એજેન્સી ANI અનુસાર આ ઘટનામાં 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
આયોજકો સામે થશે કાર્યવાહી?
આ ઘટનામાં અમુક લોકોએ આયોજકો પર આરોપ લગાવ્યો છે કે આયોજકોએ ગેલેરી સંપૂર્ણ ભરાઈ ગઈ હોવા છતાં પણ દર્શકોની અવરજવર અટકાવી ન હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. ક્ષમતા કરતા વધુ લોકોના બેસવાથી આ પ્રેક્ષક ગેલેરી તૂટી હોવાનું કહેવાવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં આયોજકો સામે કાર્યવાહી થઇ શકે છે.