પણજીઃ ગોવા કોંગ્રેસમાં તિરાડ પડી છે, કોંગ્રેસના 10 ધારાસભ્યોએ સત્તારૂઢ બીજેપીમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોંગ્રેસના 15 ધારાસભ્યો છે, જેમાંથી 10 ધારાસભ્યોએ કાલે વિધાનસભા અધ્યક્ષ રાજેશ પાટનેકર સાથે મુલાકાત કરીને બીજેપી જોઇન કરવાની જાહેરાત કરી છે.

બળવાખોર ધારાસભ્યો બીજેપીના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે.


બીજેપીમાં વિલયને લઇને ગોવા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ચંદ્રકાન્ત કાવલેકરે કહ્યું કે, ‘’બે તૃત્યાંશ બહુમતી હોવાથી અમે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મળવા આવ્યા છીએ. વર્ષ 2017ની ચૂંટણીમાં બીજા નંબરની મોટી પાર્ટી બન્યા બાદ પણ કોંગ્રેસ સરકાર બનાવી શકી નથી. ગોવામાં કોંગ્રેસના પૂર્વ સીએમ પાર્ટીના લોકોને સાથે જોડીને નથી રાખી શકતા, જેનાથી અમારા ધારાસભ્યો ખુબ નારાજ થયા છે.’’