હવામાન વિભાગ અનુસાર, પૂર્વી ઉત્તર પ્રદેશના હિસ્સામાં ભારેથી અતી ભારે વરસાદ થવાની સંભાવના છે. 10 જુલાઈએ ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને આસામ તથા મેઘાલયમાં ભારેથી અતી ભારે વરસાદ થઈ શકે છે.
આ સિવાય ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, કોંકણ-ગોવા તથા કોસ્ટલ કર્ણાટકમાં ભારેથી અતી ભારે વરસાદ થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, દિલ્હી, છત્તીગઢ, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પોંડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની સંભાવના છે.