Threat E-mail To NIA: મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી આપવામાં આવી છે. NIAને ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ દેશના વિવિધ શહેરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. NIAએ મુંબઈ પોલીસને પણ આ માહિતી આપી છે. પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસમાં લાગેલી છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર NIAના ઈમેલ આઈડી પર ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેમાં મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. ઈ-મેઈલ કરનારે પોતાને તાલિબાન ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તાલિબાન સંગઠનના ટોચના નેતા સિરાઝુદ્દીન હક્કાનીના આદેશ પર આવું થવા જઈ રહ્યું છે.


ધમકીભર્યા ઈમેલ મળતાની સાથે જ મુંબઈ પોલીસને તેની જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસ કરી રહી છે અને ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ દેશના અલગ-અલગ શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


કોણ છે સિરાઝુદ્દીન હક્કાની?


સિરાઝુદ્દીન હક્કાની તાલિબાનના સૌથી ખતરનાક જૂથ હક્કાની નેટવર્કનો વડો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદ તેને કાર્યકારી ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યો છે. આ સાથે તે તાલિબાનમાં નંબર 2 નેતાનું પદ ધરાવે છે. તાલિબાનમાં હક્કાની નેટવર્કનો નોંધપાત્ર પ્રભાવ છે. અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ હક્કાનીના લોકેશનની જાણકારી માટે 10 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે.


ગયા મહિને પણ ધમકી મળી હતી


આ પહેલા જાન્યુઆરીમાં મુંબઈમાં આતંકી હુમલાનો ખતરો હતો. એક વ્યક્તિએ મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને ફોન કર્યો અને શહેરભરમાં જુદા જુદા સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી. ધમકી આપનાર વ્યક્તિએ ફોન પર કહ્યું હતું કે 1993ની જેમ મુંબઈમાં વિવિધ સ્થળોએ બ્લાસ્ટ કરીને આતંક મચાવશે. 2 મહિનાની અંદર આ હુમલાઓ કરવાનું કહેવામાં આવ્યું હતું.


Ayodhya: રામ જન્મભૂમિ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અયોધ્યામાં પોલીસે જાહેર કર્યું એલર્ટ


અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામજન્મભૂમિ પરિસરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર અયોધ્યાના એક નાગરિકને ફોન પર અજાણ્યા વ્યક્તિએ ધમકી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે આ ફોન રામકોટ વિસ્તારમાં રહેતા મનોજ પર આવ્યો હતો. તેણે તરત જ તેના મોબાઈલ ફોન પર આવેલા કોલ અંગે પોલીસને જાણ કરી હતી.


પોલીસના જણાવ્યા અનુસાર ફોન કરનારે ગુરુવારે સવારે 10 વાગ્યે મંદિર પરિસરને ઉડાવી દેવાની ધમકી આપી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસે જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ તૈનાત તમામ જવાનોને એલર્ટ જાહેર કરી દીધા છે. રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર સંજીવ કુમાર સિંહે કહ્યું હતું કે તેમણે કેસ નોંધ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. ફોન કરનારની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલુ છે. ધમકી મળ્યા બાદ અયોધ્યા પોલીસ ઉપરાંત ગુપ્તચર વિભાગ પણ એલર્ટ મોડ પર છે. અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે