અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામજન્મભૂમિ પરિસરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર અયોધ્યાના એક નાગરિકને ફોન પર અજાણ્યા વ્યક્તિએ ધમકી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે આ ફોન રામકોટ વિસ્તારમાં રહેતા મનોજ પર આવ્યો હતો. તેણે તરત જ તેના મોબાઈલ ફોન પર આવેલા કોલ અંગે પોલીસને જાણ કરી હતી.


પોલીસના જણાવ્યા અનુસાર ફોન કરનારે ગુરુવારે સવારે 10 વાગ્યે મંદિર પરિસરને ઉડાવી દેવાની ધમકી આપી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસે જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ તૈનાત તમામ જવાનોને એલર્ટ જાહેર કરી દીધા છે. રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર સંજીવ કુમાર સિંહે કહ્યું હતું કે તેમણે કેસ નોંધ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. ફોન કરનારની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલુ છે. ધમકી મળ્યા બાદ અયોધ્યા પોલીસ ઉપરાંત ગુપ્તચર વિભાગ પણ એલર્ટ મોડ પર છે. અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.


આ માહિતી પછી ધમકી આપનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ અયોધ્યાની સર્વેલન્સ ટીમ સક્રિય થઈ ગઈ હતી. અયોધ્યા પોલીસ કોલ રેકોર્ડના આધારે ફોન કરનારની ઓળખ અને ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે.


અયોધ્યા સિટીના એસપી મધુવન સિંહનું કહેવું છે કે આ મામલો રામજન્મભૂમિ અયોધ્યા પોલીસ સ્ટેશનથી સંબંધિત છે. રામલલા સદનના મનોજ કુમારને સવારે 5 વાગ્યે ફોન આવ્યો, જેમાં વ્યક્તિએ કહ્યું હતું કે તે દિલ્હીથી બોલી રહ્યો છે અને ગુરુવારે સવારે 10 વાગ્યા સુધીમાં રામજન્મભૂમિને ઉડાવી દેશે. માહિતી મળતાની સાથે જ કેસ નોંધવામાં આવ્યો હતો અને ધમકી આપનાર વ્યક્તિને શોધવા માટે એક ટીમ બનાવવામાં આવી હતી.


ડિસેમ્બર સુધીમાં મંદિર નિર્માણ પૂર્ણ થશે


ઉલ્લેખનીય છે કે, રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા 9 નવેમ્બર, 2019ના રોજ આપેલા ઐતિહાસિક નિર્ણય બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. નોંધનીય છે કે બે દિવસ પહેલા જ નેપાળથી બે શાલિગ્રામ પથ્થર અયોધ્યા પહોંચ્યા હતા. જેનો ઉપયોગ ભગવાન રામ અને સીતાની મૂર્તિઓ બનાવવા માટે કરવામાં આવશે.


CM Survey: યોગી આદિત્યનાથ છે દેશના બેસ્ટ મુખ્યમંત્રી, સર્વેમાં થયો ખુલાસો, જાણો નંબર 2 અને 3 પર કોનું છે નામ


Yogi Adityanath: દેશમાં આ સમયે 30 રાજ્યોમાં ચૂંટાયેલી સરકારો છે, આમાં દિલ્હી અને પોંડુચેરી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશો પણ સામેલ છે. તાજેતરમાં જ એક સર્વેમાં સામે આવ્યુ છે કે, જેમાં લોકોને બેસ્ટ મુખ્યમંત્રીને લઇને તેમનો મત પુછવામાં આવ્યો. આમાં લોકોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાની પહેલી પસંદ બતાવ્યા છે. 


ઇન્ડિયા ટુડે અને સી વૉટરના એક તાજે સર્વેમાં દેશનો મૂડ જાણવાની કોશિશ કરવામાં આવી, આ સ્ર્વેમાં બેસ્ટ સીએમ પસંદગી કરવાનો વારો આવ્યો તો યોગી આદિત્યનાથ જનતાની પહેલી પસંદ બન્યા છે. સર્વે અનુસાર, 39.1 લોકોએ યોગી આદિત્યનાથને બેસ્ટ પરફોર્મિંગ સીએમ તરીકે પસંદ કર્યા છે