જમ્મુઃ જમ્મૂ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓ સક્રિય થયા છે, અહીં નગરોટામાં સેના અને પોલીસની આતંકવાદીઓ સાથે અથડામણ થઇ ગઇ હતી.

રિપોર્ટ પ્રમાણે, આતંકીઓ ટ્રકથી શ્રીનગર જઇ રહ્યાં હતા, નગરોટાની પાસે તેમને પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધુ, આ અથડામણમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હોવાના પણ સમાચાર છે. કહેવાઇ રહ્યુ છે કે, આતંકીઓ સુરક્ષાદળો પર ફાયરિંગ કરીને જંગલ તરફ ભાગી ગયા છે. કુલ ત્રણ આતંકીઓ છુપાયેલા હોવાના સમાચાર છે. આ આતંકીઓને સેનાએ ઠાર માર્યા છે.


આતંકીઓના હુમલા બાદ જમ્મુ-શ્રીનગર હાઇવેને સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રત્યક્ષદર્શીઓનુ કહેવુ છે કે આતંકીઓ ટ્રકમાં આવ્યા છે. આખા વિસ્તારને સુરક્ષાદળોએ ઘેરી લીધો છે, હાલ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.