ફર્રુખાબાદઃ ઉત્તરપ્રદેશના ફર્રુખાબાદ જિલ્લામાં મોહમ્મદાબાદના કઠરિયા ગામમાં બંધક બનાવનારા સુભાષ બાથમને યુપી પોલીસ અને એટીએસની ટીમે મોડી રાત્રે ઠાર માર્યો છે, અને તમામ 23 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

આ મામલે મુખ્ય સચિવ ગૃહ અવનીસ અવસ્થીએ મોડી રાત્રે જણાવ્યુ કે, બધા બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે, અને બાળકોને બંધક બનાવનારો શખ્સને ઠાર મરાયો છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવાર સાંજે એક વ્યક્તિએ જન્મદિવસ મનાવવાના બહાને 23 બાળકોને પોતાના ઘરમાં બોલાવીને બંધક બનાવી લીધા હતા.

બાળકોને બહાર કાઢવા માટે યુપી પોલીસે આને 'ઓપરેશન માસૂમ'નુ નામ આપ્યુ હતુ, આ ઓપરેશનના સફળ થયા બાદ ડીજીપી ઓપી સિંહ અને પ્રમુખ સચિવ ગૃહે પ્રેસ કૉન્ફરન્સ કરી બોલાવી હતી.

ઉલ્લેખનીય છે કે, આરોપી સુભાષ બાથમે જ્યારે પોલીસને ધમકીઓ આપવાનુ શરૂ કર્યુ ત્યારે પોલીસે આ ઓપરેશન શરૂ કર્યુ હતુ, અને બાદમાં તેને ઠાર માર્યો હતો.