જયપુરઃ રાજસ્થાનના ટોંક જિલ્લામાં મોડી રાતે સ્પીડમાં જતાં ટ્રેલર અને જીપનો અકસ્માત થતાં આઠનાં મોત થયાં છે.  આ ઘટનામાં મધ્યપ્રદેશમાં રહેતો પરિવાર ખાટું શ્યામજીનાં દર્શન કરીને પાછો ફરતો હતો. ઘટનામાં એક જ પરિવારના આઠ લોકોનાં મોત થયાં છે જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ચાર પુરુષ, બે મહિલા અને બે બાળકો સામેલ છે.


આ અકસ્માતમાં ત્રણ વર્ષની બાળકી ચમત્કારિક રીતે બચી ગઈ છે.  તમામ ઘાયલોને સારવાર માટે જયપુર ખસેડવામાં આવ્યા છે. આ પરિવાર ખાટુ શ્યામજીનાં દર્શન કરીને પરત ફરી રહ્યો હતો.

પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ એક્સિડન્ટ નેશનલ હાઈવે 52 પાસે પક્કા બંધા વિસ્તારમાં થયો હતો. આ ઘટનામાં ગાડી પુલની દીવાલ સાથે અથડાઈને ફસાઈ જતાં ગાડીમાં મુસાફરો પણ ફસાઈ ગયા હતા. ઘાયલો બહાર નિકળી ના શકતાં મોટા ભાગના લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ ઘાયલોને ગાડીની બહાર કાઢીને હોસ્પિટલે પહોંચાડ્યા હતા.