શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના ખ્રિયુ વિસ્તારમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. આ અથડામણ બે દિવસથી ચાલી રહી છે. મંગળવારે આ અથડામણમાં સેનાના એક જવાન અને એક પોલીસ અધિકારી(એસપીઓ) શહીદ થઈ ગયા હતા. મંગળવારે સુરક્ષા દળે ખ્રિયૂમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.


આ પહેલા શહીદ શહબાજ અહમદને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાના કાર્યક્રમમાં જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે, ખ્રિયૂ અભિયાન આજે (બુધવારે) સવારે શરૂ કર્યું હતું. મંગળવારે રાતે ઓપરેશન રોકી દેવામાં આવ્યું હતું. અત્યાર સુધી ત્યાં કોઈ પણ આતંકવાદી માર્યા ગયા હોવાની પુષ્ટિ નથી થઈ. ત્યાં બે આતંકવાદીઓ હોવાની જાણકારી અમારી પાસે છે અને તેની શોધખોળ ચાલી રહી છે.



ડીજીપીએ કહ્યું કે, ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઑપરેશન તેજ કરી દીધું છે. ઘાટીમાં આતંકવાદ વિરોધી અભિયાનો તેજ કરી દીધા છે. જેના કારણે દક્ષિણ કાશ્મીરમાં હલચલ વધી ગઈ છે.