સમાચાર એજન્સી એએનઆઈએ આ હુમલાના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે કેવી રીતે આતંકવાદીએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધી અને પછી તે ભાગી ગયો. પોલીસે કહ્યું કે, "આ હુમલામાં બે પોલીસ જવાન ઘાયલ થયા છે. ઘાયલ પોલીસ કર્મચારીઓને હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લઈને આંતકીઓની શોધખોળ શરુ કરી દીધી છે.
આ આતંકી હુમલો 24 સભ્યોના રાષ્ટ્ર પ્રતિનિધિમંડળ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશની બે દિવસીય મુલાકાતના સમાપનના એક દિવસ બાદ થયો છે.
આ પહેલા શોપિયામાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. આ આતંકીઓની પાસે મોટા પ્રમાણમાં દારુગોળો મળી આવ્યો હતો, જોકે ત્રણેય આતંકીઓની ઓળખ નથી થઇ શકી.