નવી દિલ્લી: રવિવારે ઉડીમાં સેના કાર્યાલયમાં થયેલા આતંકી હુમલાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એંજસી (એનઆઈએ)ના હાથે ખાસ પુરાવાઓ હાથે લાગ્યા છે. એનઆઈએનું માનવું છે કે ચારો આતંકીઓએ હુમલો કર્યા પહેલા એક રાત્ર બ્રિગેડ કાર્યાલયની ઉપર બનેલા પહાડ ઉપર વિતાવી હતી.
એક અંગ્રેજી અખબારના મતે, આતંકીઓએ હુમલા વખતે બે બિલ્ડિંગો, કુક હાઉસ (રસોઈઘર) અને સ્ટોર રૂમમાં બંધ કરી દીધા હતા. જેથી આ જગ્યાને આગ લાગ્યા વખતે જવાનો બહાર ન આવી શકે. એનઆઈએ જણાવ્યું છે કે આતંકીઓની પાસે હુમલો કર્યા પહેલા પોતાના લક્ષ્ય વિશે ઘણી જાણકારીઓ હતી.
ચારો આતંકીઓએ મુખ્ય પરિસરના પશ્ચિમ દિશામાંથી સૌથી પહેલા હુમલો કરતા એક ચોકીદારને ગોળી મારી હતી. તેના પછી તેમાંથી ત્રણ આતંકીઓ જવાન ટેંટ બાજુ વધી ગયા હતા. જ્યારે ચોથો આતંકી ઑફિસરોની ઓફિસ બાજુ આગળ વધી ગયો હતો.
એનઆઈએ હાલ આ વાતના મજબૂત પુરાવા એકત્ર કરી રહી છે કે આતંકી પાકિસ્તાનથી આવ્યા હતા. તેના માટે નષ્ટ થઈ ચુકેલા જીપીએસથી ડેટા કાઢવાની કોશિશ ચાલુ છે. તેના માટે રાષ્ટ્રીય ટેકનિક અનુસંધાન સંગઠન (એનટીઆરઓ)ના એન્જીનિયર જીપીએસ સેટથી ડેટા બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. જેથી દુનિયા સામે પાકિસ્તાનનો અસલી ચહેરો સામે લાવી શકાય..