મહારાષ્ટ્રના મુંબ્રા પોલીસ સ્ટેશનના ત્રણ અધિકારીઓ અને સાત કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ લોકોએ બ્લેક મનીની સૂચનાના આધારે એક બિલ્ડરના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 30 કરોડની રોકડ મળી આવી હતી. આરોપ છે કે આ પછી મામલાને દબાવવા માટે ત્રણેય પોલીસ અધિકારીઓએ બિલ્ડર પાસેથી બળજબરીથી 6 કરોડ રૂપિયા લીધા હતા. તેની ફરિયાદ થાણે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી. ફરિયાદ બાદ કેસની તપાસ કરવામાં આવી હતી.


એક રિપોર્ટ અનુસાર, થાણે શહેર પોલીસે મુંબ્રા સર્કલના આસિસ્ટન્ટ કમિશનર વેંકટ આંધે અને મુંબ્રા પોલીસ સ્ટેશનના પ્રભારી અશોક કડલક વિરુદ્ધ વિભાગીય તપાસના આદેશ જાહેર કર્યા હતા. આરોપી પોલીસકર્મીઓ મેડિકલ લીવ પર ગયા છે. મુંબ્રા પોલીસ સ્ટેશનના ગીતારામ શેવાળે, હર્ષદ કાલે અને મદને વિરુદ્ધ તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ગીતારામ શેવાળે મુંબ્રા પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ પોલીસ ઈન્સ્પેક્ટર છે. હર્ષદ કાલે પોલીસ ઇન્સ્પેક્ટર છે. 12 એપ્રિલે તેમને સમાચાર મળ્યા હતા કે મુંબ્રામાં બિલ્ડર ફૈઝલ મેનનના ઘરમાં મોટા પાયે બ્લેકમની છે.


સૂચના મળતા પોલીસ અધિકારીઓએ મેનનના ઘરે દરોડા પાડ્યા હતા અને 30 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. ત્યારબાદ જપ્ત કરાયેલી રકમ મુંબ્રા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી. આરોપ છે કે આ પછી પોલીસ અધિકારીઓએ સમગ્ર મામલાને દબાવવા માટે 6 કરોડ રૂપિયા લીધા હતા. આ પછી ઈબ્રાહીમ શેખ નામના યુવકે આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ થાણે શહેરના પોલીસ ડેપ્યુટી કમિશનર અવિનાશ અંબુરે દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ મુંબ્રા પોલીસ સ્ટેશનના 3 અધિકારીઓ અને 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


 


Vastu Tips: ઘરમાં સાત ઘોડાની આવી તસવીર લગાવવાથી થઈ જશો કંગાળ, એક-એક પૈસા માટે તરસશો


PM Kisan Scheme: પીએમ કિસાન યોજનામાં સામે આવ્યો ગોટાળો, ખોટી રીતે યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે આટલા ખેડૂતો


ચેન્નાઇ સુપર કિંગ્સને લાગી શકે છે મોટો ઝટકો, આ ઓલરાઉન્ડર IPL 2022માંથી થશે બહાર, જાણો વિગતે


"બોલીવુડ મને પોસાય નહીં" કહેનાર મહેશ બાબૂ એક ફિલ્મના કેટલા રુપિયા ચાર્જ કરે છે? જાણીને દંગ રહી જશો