ઔવેસી પર હુમલો કરનાર આરોપી સચિને પોલીસ પૂછપરછ દરમિયાન કેટલાક ખુલાસા કર્યાં છે. ઔવેસી કારમાં નીચેની તરફ ઝુકી જતાં આરોપીએ નીચેની તરફ ગોળી ચલાવી હતી અને સમજી લીધું હતું કે ફાયરિંગમાં ઔવેસીનું મોત થઇ ગયું.
એઆઇએમઆઇએમના અધ્યક્ષ ઔવેસી પર
AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર ગોળીબાર કરનારા આરોપીઓમાંના એક સચિનેએ પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, તેમને હતું કે, ઓવૈસીનું મોત તેના હુમલાને કારણે થયું ગયું હશે. આ દાવો સચિને હાપુડ પોલીસની પૂછપરછ દરમિયાન કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ પૂછપરછ દરમિયાન સચિને એ પણ ખુલાસો કર્યો છે કે, તેણે કારના નીચેના ભાગેથી ગોળી ચલાવી હતી કારણ કે ઓવૈસી પ્રથમ ગોળી માર્યા બાદ નીચે ઝૂકી ગયા હતા. આરોપીનો ઈરાદો ઓવૈસીની હત્યા કરવાનો હતો. હાપુરના એસપી દીપક ભુકરે પુષ્ટિ કરી છે કે આરોપી સચિન અને શુભમ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. સચિન અને શુભમ પાસેથી મળી આવેલી ગેરકાયદે પિસ્તોલ અને કારતુસના આધારે FIR નોંધવામાં આવી છે. સચિનની પૂછપરછમાં જે બાબતો બહાર આવી છે તેનો પણ FIRમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
હાપુડ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી સચિન અને શુભમ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. સચિને પોલીસની સામે કહ્યું કે, તેણે અને શુભમે મેરઠના ગોલા કુઆ અને કિથોરમાં પણ ઓવૈસી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભીડને કારણે બંને સ્થળ પર હુમલો કરી શક્યા નહીં. સચિને પોલીસને જણાવ્યું કે તે અને શુભમ 3 ફેબ્રુઆરીએ અલ્ટો કાર UP 14 EX 0470માં મેરઠના ગોલા કુઆન પહોંચ્યા હતા, જ્યાં ઓવૈસીની પાર્ટીનો કાર્યક્રમ હતો. ત્યાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભીડ ઘણી હતી તેથી ત્યાં હુમલો ન કર્યો. આ પછી ઓવૈસી કિથોરમાં બીજા કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ત્યાં પણ ઘણી ભીડ હતી. કિથોરથી દિલ્હી જતા સમયે ઓવૈસી તેમની લેન્ડ રોવર ડિસ્કવરી કારમાં રવાના થયા હતા. સચિને પોલીસને કહ્યું કે આ જોઈને શુભમ અને મેં વિચાર્યું કે જો તેઓ આજે નીકળી જશે તો તેમને ખબર નથી કે તેમને ક્યારે તક મળશે. અમે ઉતાવળે અમારી કાર છિઝારસી ટોલ તરફ હંકારી અને ઓવૈસી પહેલા ટોલ પર પહોંચી ગયા. સચિન પાસે 9 એમએમની પિસ્તોલ અને 12 કારતૂસ હતા જ્યારે શુભમ પાસે 32 બોરની પિસ્તોલ અને 10 જીવતા કારતૂસ હતા. સચિને તેની પિસ્તોલમાં 5 કારતુસ ભર્યા હતા. બંને ટોલ પર ઓવૈસીની રાહ જોવા લાગ્યા. ટોલ પર ઓવૈસીની લેન્ડ રોવર કાર ધીમી પડતાં જ બંનેએ ઓવૈસીની કાર પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. સચિને પોલીસ પૂછપરછમાં દાવો કર્યો છે કે જ્યારે તેણે પહેલી ગોળી ચલાવી ત્યારે ઓવૈસીએ તેને જોયો હતો. ઓવૈસી પોતાને બચાવવા માટે કારમાં નીચે ઝૂકી ગયા હતા. તેથી મેં કાર પર ગોળી મારી દીધી. સચિને પોલીસને કહ્યું કે મને આશા હતી કે ઓવૈસી મરી ગયા હશે.