નવી દિલ્હીઃ ભારતમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોના સામે લડાઇમાં દેશની મોટી મોટી હસ્તીઓની સાથે હવે ધાર્મિક સંસ્તાઓ પણ જોડાઇ ગઇ છે. દેશની એક મોટી ધાર્મિક સંસ્થા આચાર્યવેદાએ પીએમ કેયર્સ ફંડમાં દાન કર્યુ છે. સત્સંગના આર્ચાયવેદા પરમ પૂજ્યપદા શ્રી શ્રી દાદાએ 10 કરોડ રૂપિયાનુ દાન કર્યુ છે.


કોરોના મહામારી સામે લડવા માટે હિન્દુ ધર્મની સંસ્થાના વડા સત્સંગના આર્ચાયવેદા પરમ પૂજ્યપદા શ્રી શ્રી દાદાએ પીએમ કેયર્સ ફંડમાં 10 કરોડ રૂપિયાનું દાન કર્યુ છે. આ દાનની મદદનો પીએમ મોદીએ પણ આભાર માન્યો છે.



પીએમ મોદીએ પોતાના પર્સનલ ટ્વીટર હેન્ડલ પરથી સત્સંગના આર્ચાયવેદા પરમ પૂજ્યપદા શ્રી શ્રી દાદાના 10 કરોડ રૂપિયાના ડૉનેટને વધાવ્યા હતા. તેમને આભાર માનતા લખ્યું તમે સત્સંગ અને સત્કર્મ કામના લીડરશીપ બન્યા છો.



ખાસ વાત છે કે, સત્સંગના આર્ચાયવેદા પરમ પૂજ્યપદા શ્રી શ્રી દાદાએ સત્સંગના ટ્વીટર હેન્ડલ પરથી 10 કરોડ રૂપિયાના દાન કર્યાની તસવીર શેર કરી હતી.

નોંધનીય છે કે, દેશભરમાં ચાલી રહેલા 21 દિવસના લૉકડાઉનનુ પુરુ થવામાં હવે માત્ર એક દિવસનો સમય બાકી રહ્યો છે. હાલ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 9152 સુધી પહોંચી ગઇ છે. જ્યારે મરનારાઓની સંખ્યા 308 પહોંચી છે. 9152 લોકોમાંથી 765 લોકો કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે.