Allahabad High Court:  અલ્હાબાદ હાઈકોર્ટે ધર્મ પરિવર્તનના મામલાની સુનાવણી દરમિયાન (The Allahabad High Court has expressed grave concern) ગંભીર ટીપ્પણી કરી અને કહ્યું કે દેશમાં SC/ST અને આર્થિક રીતે નબળા લોકોનું મોટા પાયે ધર્માંતરણ (religious conversions થઈ રહ્યું છે. આને તાત્કાલિક બંધ કરવું જોઈએ. જો ધાર્મિક સભાઓમાં લોકોને પૈસાની લાલચ આપીને આવું ચાલુ રહેશે તો એક દિવસ ભારતની બહુમતી વસ્તી લઘુમતી (Majority population will become minority) બની જશે. કોર્ટે કહ્યું કે દેશના નાગરિકોનું ધર્માંતરણ કરતી સભાઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. કલમ 25માં (article 25) ધર્માંતરણની કોઈ જોગવાઈ નથી.


જસ્ટિસ રોહિત રંજને (Justice Rohit Ranjan Agarwal) ધર્મ પરિવર્તન કેસના આરોપી કૈલાશની જામીન અરજી ફગાવી (dismissing the bail plea of Kailash) દેતા આ ટિપ્પણી કરી હતી. વાસ્તવમાં ફરિયાદી રામકલીએ હમીરપુરના મૌદહાના રહેવાસી કૈલાશ વિરુદ્ધ તેના માનસિક રીતે નબળા ભાઈનું ધર્માંતરણ કરવાનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આરોપીએ જામીન અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી.


સારવારના નામે ધર્મ પરિવર્તનનો ખેલ


ફરિયાદીએ જણાવ્યું હતું કે તેના ભાઈને સારવારના બહાને એક સપ્તાહ માટે દિલ્હી લઈ જવામાં આવ્યો હતો. જે બાદ તે તેને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં લઈ ગયો હતો. આરોપી કૈલાશ ગામના અન્ય ઘણા લોકોને પણ સાથે લઈ ગયો હતો, જ્યાં તેઓ ખ્રિસ્તી બન્યા હતા. તેણે જણાવ્યું કે તેના બદલામાં તેના ભાઈને પણ કેટલાક પૈસા આપવામાં આવ્યા હતા.


કોર્ટે કહ્યું કે ધર્મ પરિવર્તન કરાવતી ધાર્મિક સભાઓ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવો જોઈએ. બંધારણની કલમ 25 ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે, કોઈપણ ધર્મને અનુસરવાનો, પૂજા કરવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર આપે છે પરંતુ કોઈને ધર્મ પરિવર્તન કરવાની મંજૂરી આપતી નથી. કોર્ટે કહ્યું કે તે પ્રકાશમાં આવ્યું છે કે યુપીમાં ધાર્મિક કાર્યક્રમો દ્વારા ગરીબ અને નિર્દોષ લોકોને ખ્રિસ્તી ધર્મમાં બદલવામાં આવી રહ્યા છે. આ ગંભીર બાબત છે. કોર્ટે કહ્યું કે અરજદાર કૈલાશ પર ગંભીર આરોપો છે. તેણે ગામના ઘણા લોકોનું ધર્માંતરણ કર્યું છે. તેથી તેને જામીન આપી શકાય નહીં.


આ પણ વાંચોઃ


આ એકાદશીના વ્રતથી મળે છે 88 હજાર બ્રાહ્મણને ભોજન કરાવવાનું ફળ, જાણો આ કથા