નવી દિલ્હીઃ શાળાઓ બંધ રહેતા દેશની તિજોરીને 40 અબજ ડોલરના નુક્સાનનો વર્લ્ડ બેંકનું તારણ છે. વર્લ્ડ બેંકે બીટેન ઓર બ્રોકન નામથી એક અહેવાલ રજૂ કર્યો થયો છે. જેમાં દાવો કરાયો છે કે ભારતમાં કોરોનાના કારણે અભ્યાસ બંધ છે. જેના કારણે ભારતને 40 અબજ ડોલરનું નુકસાન થશે.


આ તારણ પ્રમાણે સાઉથ એશિયન દેશોમાં શિક્ષણ બંધ રહેવાથી 62.2 અબજ ડોલરનું નુકસાન થાય તેવો અંદાજ બાંધવામાં આવ્યો છે. જો હજુ પણ શાળાઓ બંધ રહેશે તો નુકસાનીનો આંકડો 88 અબજ ડોલરને પાર કરી જશે. જેમાં સૌથી વધુ નુકસાન ભારતને થઈ રહ્યું છે. તેવું તારણ અહેવાલમાં રજૂ થયું છે.

આ રીપોર્ટમાં તે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે કે શાળા-કોલેજો બંધ રહેવાથી બાળકો પર પણ તેની ગંભીર અસરો પડી રહી છે. આ દેશોમાં પ્રાથમિક અને માધ્યમિકસ્તરે લગભગ 39 કરોડ કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. એમાંથી 55 લાખ વિદ્યાર્થીઓ હંમેશા માટે અભ્યાસ મૂકી દે એવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી છે.