નવી દિલ્લી: નોટબંધી અને કાળાનાણાં પર સરકારના નિર્ણયોને સાચા ઠેરવતા કેંદ્રીય મંત્રી વેંકૈયા નાયડૂએ વિપક્ષને આડે હાથ લીધા છે. તેમને કહ્યું કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પહેલા વિદેશમાં પડેલું કાળાધન દેશમાં પાછું લાવવાની કોશિશ કરી અને હવે તે દેશમાં ફેલાયેલું કાળુંધનને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે. તેમનું કહેવું હતું કે પીએમ મોદીની પુરી કોશિશ છે કે આવનાર સમયમાં લોકો કેશલેસ ઈકોનૉમી તરફ આગળ વધે. જે ગમે ત્યારે કોઈને આપી શકાય છે. કેશલેસ ઇકોનોમી બનાવવામાં જનધન, આધાર અને મોબાઇલ(JAM) મદદ કરશે. તેમમે એ પણ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણયને પાછો લેવામાં આવશે નહીં. તેમને કહ્યું કે પીએમ મોદી પોતાના નિર્ણયોને પાછા ખેંચી શકે તેમ નથી.
કેંદ્રીય મંત્રીએ કહ્યું કે પીએમ જલ્દીથી જન ધન અને મોબાઈલ યોજનાને પણ શરૂ કરનાર છે. જેમાં કોઈને મળવાની જરૂર નથી. કાળાનાણા અને નોટબંધી પર હોબાળો મચાવતા વિપક્ષ પર નિશાન સાંધતા તેમને કહ્યું કે લોકોની ફરિયાદ છે કે પીએમ મોદી ન ખાય છે અને ન તો ખાવા દે છે. તેમને મઝાક ભર્યા સ્વરમાં કહ્યું કે, તે મેગી ખાવાની વાત કરતા નથી, બૈગીની વાત કરી રહ્યા છે. તેમને કહ્યું કે તે આ મુદ્દા પર વિપક્ષની એકજૂથતા જોઈને હેરાન છે. પરંતુ તેમની તાકાત કેટલી છે તે બધા જાણે છે. દેશની જનતા સરકારના નિર્ણય પર પીએમ મોદીના સાથે છે.